ડાન્સ ફ્રૉમ હોમ માટે લોકોને ઇન્વાઇટ કર્યા છે જૅકલિને

17 May, 2020 04:25 PM IST  |  Mumbai Desk | Agencies

ડાન્સ ફ્રૉમ હોમ માટે લોકોને ઇન્વાઇટ કર્યા છે જૅકલિને

ડાન્સ ફ્રોમ હોમ

જૅકલિન ફર્નાન્ડિસે એક ડાન્સૉકોમ્પિટટિશન માટે લોકોને ડાન્સ ફ્રૉમ હોમ માટે ઇન્વાઇટ કર્યા છે. ૨૫ મેએ એનો પાઇલટ એપિસોડ ડિઝની+હૉટસ્ટાર પર પ્રીમિયર થવાનો છે. આ શો દ્વારા લોકોને પોતાની ડાન્સિંગ ટૅલન્ટ દેખાડવાની તક મળશે. ‘હોમ ડાન્સર’ નામના આ શોને કરણ વાહી હોસ્ટ કરશે. જૅકલિન આ શોને ઑનલાઇન લૉન્ચ કરવાની છે. એ વિશે જૅકલિને કહ્યું કે ‘હું ડિઝની+હૉટસ્ટારની આ અનોખી ડાન્સ કૉમ્પિટિશન લૉન્ચ કરવા માટે ખૂબ ઉત્સાહી છું. ફિટનેસમાં હું માનું છું. જોકે મારી બૉડી, માઇન્ડ અને સૉલ માટે હું ડાન્સ-થેરપી લઉં છું. આ શો ડાન્સના ઉત્સાહી લોકોને એક પ્લૅટફૉર્મ પૂરું પાડશે અને એ પણ પોતાના ઘરમાં રહીને લોકો તેમને જોઈ શકશે. આ શો માટે અમે સોશ્યલ ડિસ્ટન્સિંગનો પૂરો ખ્યાલ રાખીશું. પોતાની અંદર છુપાયેલી ક્રીએટિવિટીને દેખાડવાનો આ ખૂબ સારો સમય છે. સાથે જ અમે દર અઠવાડિયે ‘હોમ ડાન્સર’ને પ્રાઇઝ પણ આપીશું.’

bollywood bollywood news bollywood gossips jacqueline fernandez