ઍક્શન આઇકૉન બનવા માગે છે જૅકલિન ફર્નાન્ડિસ

31 May, 2020 10:47 PM IST  |  Mumbai Desk | Agencies

ઍક્શન આઇકૉન બનવા માગે છે જૅકલિન ફર્નાન્ડિસ

જેકલીન ફર્નાન્ડિઝ

જૅકલિન ફર્નાન્ડિસની ઇચ્છા છે કે તે એક દિવસ ઍક્શન આઇકૉન બને. બૉલીવુડમાં તેને ૧૧ વર્ષ થયાં છે. તેણે ૨૦૦૯માં આવેલી ‘અલ્લાદીન’થી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. ત્યાર બાદ તેણે ‘કીક’, ‘મર્ડર 2’, ‘ઢીશૂમ’, ‘જુડવા 2’ અને ‘રેસ 3’માં કામ કર્યું છે. ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં અનેક સફળ ડિરેક્ટર્સ અને કલાકારો સાથે કામ કરવાની તક મળતાં તેમનો આભાર માનતાં જૅકલિને કહ્યું હતું કે ‘મારા કરીઅરમાં મને ઇન્ડસ્ટ્રીના અનેક પ્રસિદ્ધ લોકો જેવા કે ડિરેક્ટર્સ અને ઍક્ટર્સ સાથે કામ કરવાની તક મળી છે. સાથે જ અલગ, એક્સાઇટિંગ અને ચૅલેન્જિંગ પાત્રો ભજવવાની તક મળતાં હું ખુશ તો છું જ સાથે જ આભારી પણ છું. મેં દરેક રોલ અને ફિલ્મો પાસેથી ઘણું બધુ શીખ્યું છું, જેનાથી મને એક કલાકાર અને એક વ્યક્તિ તરીકે વિકસિત થવામાં મદદ મળી છે. આશા રાખું છું કે હું સતત સારું કામ કરતી રહું અને દરેક પ્રોજેક્ટ્સમાં કંઈક નવું શીખવા મળે એવી ઇચ્છા છે.’
આટલાં વર્ષોમાં તેણે થ્રીલર, ઍક્શન, ડ્રામા અને કૉમેડીમાં હાથ અજમાવ્યો છે. તેને હવે ઍક્શન સ્ટાર બનવું છે અને એ વિશે જૅકલિને કહ્યું હતું કે ‘હું ખુશ છું કે મને અલગ-અલગ પ્રકારની ફિલ્મોનો અનુભવ મળ્યો છે અને હજી પણ અનેક પ્રકારની ફિલ્મોમાં હાથ અજમાવવા માગું છું. ઍક્શનને હું ખૂબ એન્જૉય કરું છું. આશા રાખું છું કે એક દિવસ હું ઍક્શન આઇકૉન બનીશ.’

bollywood bollywood news bollywood gossips jacqueline fernandez