17 September, 2025 08:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટ્રાફિકની આ હાલત જોઈને જૅકી શ્રોફ અકળાઈ ગયો હ
જૅકી શ્રોફે હાલમાં પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં મુંબઈની સડકોનો એક વિડિયો પોસ્ટ કર્યો છે જેમાં એક ઍમ્બ્યુલન્સ ટ્રાફિક જૅમમાં અટવાયેલી છે અને એને આગળ જવાનો રસ્તો નથી મળી રહ્યો. ટ્રાફિકની આ હાલત જોઈને જૅકી શ્રોફ અકળાઈ ગયો હતો અને ગુસ્સામાં આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે આ દરદી રસ્તામાં જ જીવ ગુમાવી બેસશે.
જૅકી શ્રોફ પોતાની પોસ્ટના વિડિયોમાં ઍમ્બ્યુલન્સની આગળ ઊભેલી કારોના ડ્રાઇવરને કહે છે કે તેમણે રસ્તો આપવો જોઈએ અને તેમણે સમજવું જોઈએ કે કોઈના જીવનનો સવાલ છે.