10 July, 2026 02:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જૅકીએ સોશ્યલ મીડિયા પર ગુરુ દત્તના બ્લૅક ઍન્ડ વાઇટ ફોટોગ્રાફ્સનો એક કોલાજ શૅર કર્યો હતો
જૅકી શ્રોફે ભારતીય સિનેમાના મહાન ફિલ્મમેકર અને ઍક્ટર ગુરુ દત્તની ૧૦૧મી જન્મજયંતી નિમિત્તે તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. જૅકીએ સોશ્યલ મીડિયા પર ગુરુ દત્તના બ્લૅક ઍન્ડ વાઇટ ફોટોગ્રાફ્સનો એક કોલાજ શૅર કર્યો હતો. આ તસવીરો સાથે તેણે લખ્યું હતું કે ગુરુ દત્તને તેમની જન્મજયંતી પર યાદ કરું છું.
ગુરુ દત્તનો જન્મ ૧૯૨૫ની ૯ જુલાઈએ થયો હતો. તેમનું મૂળ નામ વસંત કુમાર શિવશંકર પાદુકોણ હતું. તેમણે ૧૯૫૧માં ફિલ્મ ‘બાઝી’થી દિગ્દર્શક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ભારતીય સિનેમાના આ મહાન સર્જકનું ૧૯૬૪ની ૧૦ ઑક્ટોબરે માત્ર ૩૯ વર્ષની ઉંમરે નિધન થયું હતું.