અક્ષયકુમારની સૂર્યવંશીમાં જૅકી શ્રોફની એન્ટ્રી થઈ

02 February, 2020 12:41 PM IST  |  Mumbai

અક્ષયકુમારની સૂર્યવંશીમાં જૅકી શ્રોફની એન્ટ્રી થઈ

જૅકી શ્રોફ

‘સૂર્યવંશી’માં અક્ષયકુમારની સાથે હવે જૅકી શ્રોફ પણ જોવા મળશે. રોહિત શેટ્ટીનાં આ કૉપ યુનિવર્સમાં તેમની સાથે કૅટરિના કૈફ પણ કામ કરી રહી છે. આ ફિલ્મ ૨૭ માર્ચનાં રોજ રિલીઝ થવાની છે. જૅકી શ્રોફે આ અગાઉ રોહિતનાં ડૅડી સાથે પણ કામ કર્યું છે. એ વિશે જણાવતાં જૅકી શ્રોફે કહ્યું હતું કે ‘મેં રોહિતનાં ડૅડી શેટ્ટી સાહેબ સાથે પણ કામ કર્યું છે. હું તેમને ખૂબ માન આપુ છું. મેં તેમની સાથે ખૂબ કામ કર્યું છે અને હવે હું તેમનાં દીકરા સાથે કામ કરી રહ્યો છું. રોહિત અદ્ભુત વ્યક્તિ છે. તેનાં દિમાગમાં સ્ટોરી હોય છે. તે જમીન સાથે જોડાયેલી વ્યક્તિ છે. તે પોતાનાં કામને સારી રીતે જાણે છે અને તેની સાથે કામ કરવુ ગમે છે. આ એક એવો અનુભવ છે જેને હું કદી પણ ભુલી નહીં શકું. હું મારા કૅરૅક્ટર વિશે વધુ જણાવી નહીં શકું, પરંતુ હા મારો રોલ ઇન્ટરેસ્ટિંગ છે.’

આ ફિલ્મમાં અજય દેવગનની બાજીરાવ સિંઘમ તરીકે અને રણવીર સિંહની સંગ્રામ ભાલેરાવ તરીકે સ્પેશ્યલ એન્ટ્રી જોવા મળશે. કલાકારો વિશે જણાવતાં જૅકી શ્રોફે કહ્યું હતું કે ‘આટલા યુવા કલાકારો સાથે એક જ ફિલ્મમાં કામ કરવુ અદ્ભુત છે. આવી ફિલ્મમાં કામ કરવાની તક મળવી એ મને મજબુતી આપે છે. આ ખૂબ જ સારો અનુભવ છે અને ‘સૂર્યવંશી’માં કામ કરવુ એ મારા માટે અસાધારણ અનુભવ રહેવાનો છે.’

તો બીજી તરફ ગઇકાલે જૅકી શ્રોફનો બર્થ-ડે હોવાથી તેની સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રોહિત શેટ્ટીએ કૅપ્શન આપી હતી કે ‘જો તમને એમ લાગતું હોય કે અમારી આ કૉપ યુનિવર્સનાં તમામ કૅરૅક્ટર્સને તમે જાણો છો. તો તમારી સામે વધુ એક વ્યક્તિ જૅકી શ્રોફને લઈને અમે આવી રહ્યા છીએ અને હા સરપ્રાઇઝ અભી ભી બાકી હૈ મેરે દોસ્ત.’

jackie shroff bollywood news sports news