દરેકની પાસે પોતાના વિચાર રજૂ કરવાનો અને લોકો પાસે એનો વિરોધ કરવાનો અધિકાર છે : જૅકી શ્રોફ

26 November, 2015 05:25 AM IST  | 

દરેકની પાસે પોતાના વિચાર રજૂ કરવાનો અને લોકો પાસે એનો વિરોધ કરવાનો અધિકાર છે : જૅકી શ્રોફ


આ વિશે વધુ જણાવતાં તે કહે છે, ‘ભારતમાં સૌથી મોટી લોકશાહી છે. આપણે જે કંઈ પણ બોલવું હોય એનો આપણી પાસે અધિકાર છે અને લોકો પાસે તેનો વિરોધ કરવાનો અધિકાર છે. જો કોઈ વ્યક્તિને લાગે કે તેમની સામે કંઈ ખોટું થઈ રહ્યું છે તો એ તેના વિરુદ્ધ બોલી શકે છે.’

આમિર ખાને અસહિષ્ણુતા વિરુદ્ધ કરેલી કમેન્ટ વિશે પૂછતાં જૅકીએ કહ્યું હતું કે ‘કોઈ પણ નર્ણિય પર આવતાં પહેલાં તમે એ વિશે આમિરને પૂછો કે તેણે કેમ આવું કહ્યું? કોઈ પણ વ્યક્તિના વિચારોને રિસ્પેક્ટ કરો. તમે જે કરો છો એ પણ એક અસહિષ્ણુતા જ છે.’