રીમેકની હરીફાઈમાં જૅકી શ્રોફ સૌથી આગળ

05 November, 2014 05:35 AM IST  | 

રીમેકની હરીફાઈમાં જૅકી શ્રોફ સૌથી આગળ


ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં જે પ્રમાણે હાલમાં જૂની ફિલ્મોની રીમેક બનાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે એમાં જોવા જઈએ તો જગ્ગુ દાદા એટલે કે જૅકી શ્રોફની એક પછી એક એમ ચાર ફિલ્મોની રીમેક બનવાની તૈયારી થઈ રહી છે.લગભગ બધાને ખબર જ છે કે જૅકીની ૧૯૮૩માં આવેલી ડેબ્યુ ફિલ્મ ‘હીરો’ની રીમેક બનીને લગભગ તૈયાર છે, એમાં તે પોતે પાશા નામના વિલનનો રોલ કરવાનો છે.

એ સિવાય જૅકીની ૧૯૮૯માં આવેલી સુપરહિટ ફિલ્મ ‘રામ લખન’ની પણ રીમેક બનાવવાની જાહેરાત થઈ ચૂકી છે તો સંજય લીલા ભણસાલીને ૧૯૯૩માં આવેલી ‘ખલનાયક’ની રીમેક બનાવવાની ઇચ્છા છે. આ ત્રણ ફિલ્મોની ત્રિપુટીમાં ૧૯૮૫માં ïઆવેલી જૅકીની ‘તેરી મેહરબાનિયાં’નો પણ સમાવેશ થઈ ચૂક્યો છે.

આજની જનરેશન માટે પોતાની ફિલ્મોની બનતી રીમેક માટે જૅકી ગર્વ તો અનુભવે છે પણ સાથે-સાથે તેનું માનવું છે કે જો રીમેકને પણ ઓરિજિનલ ફિલ્મોની જેમ સારી રીતે બનાવવામાં આવે તો તેને રીમકનો જરાય વાંધો નથી. કારણ તેના મતાનુસાર રીમેક બનાવવી એ એક જવાબદારીનું કામ છે. પોતાની ઇમેજ જાતે બનાવવામાં માનનારો જૅકીનો પુત્ર ટાઇગર શ્રોફ પપ્પાની એકેય ફિલ્મની રીમેકમાં કામ કરવા નથી માગતો.