યશ ચોપડાની ફિલ્મમાં સ્વિટ્ઝરલૅન્ડ તો હોવું જ જોઈએ

14 September, 2012 06:16 AM IST  | 

યશ ચોપડાની ફિલ્મમાં સ્વિટ્ઝરલૅન્ડ તો હોવું જ જોઈએ




ભારતીયો સ્વિટ્ઝરલૅન્ડને આકર્ષક ટૂર-ડેસ્ટિનેશન માનવા માંડ્યા છે એ માટે યશ ચોપડાને એકલાને જ ક્રેડિટ આપીએ તોય ચાલે. તેમની કેટલીક હિટ ફિલ્મો જેવી કે ‘ચાંદની’, ‘લમ્હેં’ અને ‘ડર’ જેવી ફિલ્મોનાં ઘણાં દૃશ્યો સ્વિટ્ઝરલૅન્ડના સફેદ બરફાચ્છાદિત પર્વતોમાં શૂટ થયા છે. ફરી એક વાર યશ ચોપડા શાહરુખ ખાન, કૅટરિના કૈફ અને અનુષ્કા શર્માને ચમકાવતી ‘જબ તક હૈ જાન’ જેવી રોમૅન્ટિક ફિલ્મ માટે પણ સ્વિટ્ઝરલૅન્ડની જ પસંદગી કરે તો એમાં નવાઈ નથી. એવું જાણવા મળ્યું છે કે યશ ચોપડા આ વખતે પણ તેમની ફેવરિટ જગ્યાને છોડવા નથી માગતા. તેમની છેલ્લી ફિલ્મ ‘વીર-ઝારા’માં સ્વિટ્ઝરલૅન્ડને સમાવી શકાય એવો કોઈ સ્કોપ નહોતો. હવે ‘જબ તક હૈ જાન’માં શાહરુખ-કૅટરિના પર એક ગીત સ્વિટ્ઝરલૅન્ડમાં ફિલ્માવવામાં આવે એવી શક્યતાઓ છે. એના શબ્દો ગુલઝારે લખ્યા છે.

આ બદલાવ છેલ્લી ઘડીનો હોવાથી શાહરુખ ખાન મુંબઈથી સ્વિટ્ઝરલૅન્ડ જશે અને કૅટ શિકાગોથી ત્યાં જશે અને ગીતનું શૂટિંગ કરવામાં આવશે.