મોગૅમ્બો વગર મિસ્ટર ઇન્ડિયા ૨ અધૂરી છે : શ્રીદેવી

30 June, 2017 05:10 AM IST  | 

મોગૅમ્બો વગર મિસ્ટર ઇન્ડિયા ૨ અધૂરી છે : શ્રીદેવી

આ ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર છે અને એમાં અનિલ કપૂર અને શ્રીદેવીની સાથે યુવાન હીરો અને હિરોઇન પણ જોવા મળશે એવી ચર્ચા છે. આ વિશે અને મોગૅમ્બો વિશે પૂછતાં શ્રીદેવી કહે છે, ‘હાલમાં ‘મિસ્ટર ઇન્ડિયા ૨’ વિશે વાત કરવી યોગ્ય નથી. અમે આ ફિલ્મ બનાવીશું એ નક્કી છે, પરંતુ હજી સુધી આ ફિલ્મનો વિષય નક્કી કરવામાં નથી આવ્યો. આ ફિલ્મ પહેલી ફિલ્મ કરતાં પણ વધુ સ્પેશ્યલ હોવી જોઈએ. તેમ જ આ ફિલ્મમાં મોગૅમ્બો સો ટકા જોવા મળશે. આ ફિલ્મમાં અલગ મોગૅમ્બો જોવા મળશે. મોગૅમ્બો વગર ‘મિસ્ટર ઇન્ડિયા ૨’ અધૂરી છે.’