ફિટનેસ માટે બાળક જેવા હોવું ખૂબ જરૂરી છે : વિદ્યુત જામવાલ

15 September, 2020 08:41 PM IST  |  Mumbai | Mumbai Correspondent

ફિટનેસ માટે બાળક જેવા હોવું ખૂબ જરૂરી છે : વિદ્યુત જામવાલ

ફિટનેસ માટે બાળક જેવા હોવું ખૂબ જરૂરી છે : વિદ્યુત જામવાલ

વિદ્યુત જામવાલ તેની યુટ્યુબ ચૅનલ અને સોશ્યલ મીડિયા દ્વારા લોકોને ફિટનેસનો સરળ રસ્તો દેખાડતો જોવા મળશે. કલારિપયટ્ટુમાં વિદ્યુત જામવાલનું નામ દુનિયાના ટૉપ ટેન માર્શલ આર્ટ્સ આર્ટિસ્ટમાં આવે છે. આથી જ તેણે લોકોને ફિટનેસ માટે જાગરૂક કરવા માટે તેની યુટ્યુબ ચૅનલ પર એક કૅમ્પેન શરૂ કર્યું છે. તે હવે કલારિ ફ્રીસ્ટાઇલ વિશે પણ લોકોને માહિતગાર કરશે. આ વિશે વિદ્યુતે કહ્યું હતું કે ‘ફિટનેસ, વેલનેસ અને પોતાની જાતને ડિસ્કવર કરવા માટે બાળકો જેવી ઍક્શન ખૂબ જ જરૂરી છે. કોઈ પણ બાળક જન્મથી જે ઍક્શન કરે છે એ નૅચરલ હોય છે. આપણે જેમ-જેમ મોટા થઈએ છીએ તેમ-તેમ આપણે પ્રૅક્ટિસ છોડી દઈએ છીએ. આથી આપણે નૅચરલ રિધમ ભૂલી જઈએ છીએ અને આપણી ફિટનેસ પણ નથી રહેતી. કલારિ ફ્રીસ્ટાઇલની બેઝિક ટેક્નિક દ્વારા કોઈ પણ વ્યક્તિ તેમના નૅચરલ ઇન્સ્ટિંક્ટને ફરી મેળવી શકે છે. તમારી બૉડી મૂવમેન્ટને ફરી મેળવવા માટે બાળક જેવા બનવું જરૂરી છે.’

bollywood bollywood news bollywood gossips vidyut jamwal