ઇતિહાસની દરેક ઘટનાઓનો ફિલ્મમાં સમાવેશ કરવું શક્ય નથી : આશુતોષ ગોવારીકર

28 November, 2019 11:06 AM IST  |  Mumbai

ઇતિહાસની દરેક ઘટનાઓનો ફિલ્મમાં સમાવેશ કરવું શક્ય નથી : આશુતોષ ગોવારીકર

આશુતોષ ગોવારીકર

ફિલ્મ મેકર આશુતોષ ગોવારીકરનું માનવું છે કે એવું જરૂરી નથી કે ઇતિહાસની દરેક ઘટનાઓને ફિલ્મમાં ઉતારવામાં આવે. પાનીપતનાં ત્રીજા યુદ્ધ પર આશુતોષ ગોવારિકરની ‘પાનીપત’ આધારિત છે. આ ફિલ્મમાં સંજય દત્ત, પદ્‍‍‍મિની કોલ્હાપુરે, અર્જુન કપૂર, ક્રિતી સૅનન અને મોહનીશ બહલ જોવા મળવાનાં છે. ઇતિહાસની ઘટનાઓ વિશે ફિલ્મ બનાવવા વિશે આશુતોષ ગોવારીકરે કહ્યું હતું કે ‘ઇતિહાસ પર જ્યારે પણ અમે ફિલ્મો બનાવીશું ત્યારે સ્વાભાવિક રીતે એના પર સવાલો તો ઊભા થવાનાં કે ઇતિહાસની કઈ સ્ટોરીને ફિલ્મમાં ઉમેરવામાં આવશે અને કઈ ઘટનાને કાઢવામાં આવશે. ઇતિહાસનાં પુસ્તકમાં ઘણાં પાના ભરીને માહિતીઓ હોય છે. જોકે એ દરેક ઘટનાઓને ફિલ્મમાં ઉતારવું શક્ય નથી. એ બધુ એક ચોક્કસ સમય સીમામાં બનવું જોઈએ. એથી લોકોને પણ એ સવાલ ઊભો થાય છે કે શું તેમનાં પરિવારનાં યોગદાનનો ફિલ્મમાં સમાવેશ કરવામાં આવશે. મલ્હાર રાવ હોળકર, જનકોજી શિંદે, મહારાજજી શિંદે, બળવંત રાવ, મહેન્દ્ર અલકાજી મનકેશ્વર અને પુરંદરે જેવા ઘણાં વ્યક્તિનો આ ફિલ્મમાં સમાવેશ કરવામાં આવશે? અમે એ તમામ શંકાઓને પણ દૂર કરી છે એથી હવે બધુ સમું સૂથરું પાર પડ્યું છે.’

ashutosh gowariker arjun kapoor