શૂટિંગ ક્યારે શરૂ થશે એની જાણ નથી : યામી ગૌતમ

25 May, 2020 09:28 PM IST  |  Mumbai Desk | Agencies

શૂટિંગ ક્યારે શરૂ થશે એની જાણ નથી : યામી ગૌતમ

યામી ગૌતમ

યામી ગૌતમ કહે છે કે ફિલ્મોનું શૂટિંગ ક્યારે શરૂ થશે એની જાણકારી નથી. જોકે લૉકડાઉન હટાવ્યા બાદ પણ સાવચેતી રાખવી ખૂબ અગત્યની બની જશે. આજે કોરોના વાઇરસના કેરને કારણે દેશભરમાં બીમારી ખૂબ વધી ગઈ છે. ફિલ્મો વિશે જણાવતાં યામીએ કહ્યું હતું કે ‘ફિલ્મોની મને પ્રપોઝલ મળી હતી અને અગાઉથી જ કહેવામાં આવ્યું હતું કે આ ડિજિટલ પ્લૅટફૉર્મ માટે છે. જોકે હવે એ જાણ નથી કે શૂટિંગ ક્યારે શરૂ થશે, કારણ કે લૉકડાઉન હટાવ્યા બાદ પણ લાગતું નથી કે કોરોના પૂરી રીતે ખતમ થઈ ગયો હશે. આપણે ચોક્કસ નિયમો, સાવચેતી અને માર્ગદર્શનનું પાલન કરવાનું રહેશે. રાહ જુઓની નીતિ અપનાવવી પડશે. સલામતી હાલના સમયમાં ખૂબ જરૂરી છે. મને નથી લાગતું કે સ્થિતિ જલદી જ સુધરી જશે.’

yami gautam bollywood bollywood news bollywood gossips entertainment news