ખૂબ ચૅલેન્જિંગ ને ઍડ્વેન્ચરસ જર્ની રહી છે

23 July, 2020 09:32 PM IST  |  Mumbai Desk | Harsh Desai

ખૂબ ચૅલેન્જિંગ ને ઍડ્વેન્ચરસ જર્ની રહી છે

તાહિર રાજ ભસીન

તાહિર રાજ ભસીન તેની નાનકડી કરીઅરમાં શરૂઆતથી જ ફિલ્મો સાથે એક્સપરિમેન્ટ્સ કરી રહ્યો છે. તેણે રાની મુખરજીની ‘મર્દાની’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી જે માટે તેને બેસ્ટ ડેબ્યુનો અવૉર્ડ પણ મળ્યો હતો. ત્યાર બાદ તેણે નવાઝુદ્દીન સિદ્દીકી સાથે ‘મન્ટો’માં કામ કર્યું હતું. ત્યાર બાદ તેણે ઍક્શન-ફિલ્મ ‘ફોર્સ 2’માં કામ કર્યા બાદ સોશ્યલ-ડ્રામા ફિલ્મ ‘છિછોરે’માં પણ કામ કર્યું હતું. તે હવે ઇન્ડિયાએ 1983માં પહેલી વાર જીતેલા ક્રિકેટ વર્લ્ડ કપ પર બનનારી ફિલ્મ ‘83’માં સુનીલ ગાવસકરનું પાત્ર ભજવી રહ્યો છે. આ ફિલ્મ બાદ તે તાપસી પન્નુ સાથે કૉમિક-થ્રિલર ‘રન લોલા રન’ની હિન્દી રીમેકમાં જોવા મળશે. આ વિશે તાહિરે કહ્યું હતું કે ‘મારું માનવું છે કે એક ક્રીએટિવ વ્યક્તિ તરીકે તમને દિલની તડપ અને બેચેની માટે એક ડોઝ મળવો જરૂરી છે. હું પોતાનો વિકાસ કઈ રીતે કરી શકું એ જોઉં છું અને એ વસ્તુ મને પહેલાં નહીં કરી હોય એવી ફિલ્મોમાં જોવા મળે છે જેનાથી હું મારા કમ્ફર્ટ ઝોનની બહાર આવી શકું. આ ખૂબ જ સારો સમય છે કે હું એ કરી શકું છું. દર્શકો હાલમાં આ સ્ટોરીનો સ્વીકાર કરે છે અને ઍક્ટરને પણ પસંદ કરે છે. ક્રાઇમ-થ્રિલરથી લઈને લાઇટ હાર્ટેડ કૉલેજ ડ્રામા સુધીની ફિલ્મ કરવી એક ઍડ્વેન્ચર જેવું છે. આ ફિલ્મો મેં જાણી જોઈને કરી છે જેથી દર્શકોને વિવિધતા આપી શકું અને એક ઍક્ટર અને વ્યક્તિ તરીકે મને પણ સંતોષ થાય.’
તાપસી સાથેની ફિલ્મ વિશે વાત કરતાં તાહિરે કહ્યુંુ હતું કે ‘હું ‘લૂપ લપેટા’માં કામ કરવા માટે ખૂબ જ આતુર છું. આ એક ચોરી પર આધારિત ફિલ્મ છે જેમાં થોડી કૉમેડી અને રોમૅન્સ પણ છે. મેં અગાઉ કરેલી ફિલ્મો કરતાં આ થોડી લાઇટ અને વધુ પડતી ઍડ્વેન્ચરસ ફિલ્મ છે. આજે દર્શકો સ્ટોરીમાં ખૂબ જ ઇન્વૉલ્વ થાય છે અને તેમને જુદી રીતે કહેવામાં આવેલી ક્વૉલિટીવાળી ફિલ્મો પસંદ હોય છે. મને ખાતરી છે કે અમારી આ ફિલ્મ પણ તેમને પસંદ પડશે. આ ફિલ્મને અતુલ કસબેકર અને તનુજ ગર્ગ પ્રોડ્યુસ કરવાના છે અને એથી મને ખાતરી છે કે ફિલ્મ સારા હાથમાં છે. આ ફિલ્મમાં આકાશ ભાટિયા તેના ડિરેક્શન દ્વારા વિવિધતા લાવશે.’
રણવીર સિંહ સાથેની ફિલ્મ વિશે વાત કરતાં તાહિરે કહ્યું હતું કે ‘અમારી ‘83’નું શૂટિંગ કરવાની ખૂબ જ મજા આવી હતી. આ ફિલ્મ કરવાનું ખાસ કારણ કબીર ખાન અને તેના ફિલ્મને રજૂ કરવાના સ્કેલનો અનુભવ કરવાનો છે. અમે ત્રણ મહિના સુધી યુકેમાં ટ્રેઇનિંગ લીધી હતી અને દેશના દરેક આઇકૉનિક સ્ટેડિયમમાં અમે શૂટિંગ કર્યું હતું. ‘લૂપ લપેટા’ને આ વર્ષે શરૂ કરવામાં આવશે અને એ માટે હું ખૂબ જ ઉત્સાહિત છું. હું એક વાત શીખ્યો છું કે સામે આવતી ચૅલેન્જ અને એના દ્વારા ઊભા થતા એક્સપેક્ટેશનને પહોંચવાની કોશિશ કરો અને એથી જ હું એને એક મોટિવેશન રૂપે જોઉં છું.’

bollywood bollywood news bollywood gossips harsh desai