ઈશા શરવનીનું ભાવિ અદ્ધરતાલ

08 August, 2012 06:10 AM IST  | 

ઈશા શરવનીનું ભાવિ અદ્ધરતાલ

કલર્સ ચૅનલ પર આવતા સેલિબ્રિટી ડાન્સ રિયલિટી શો ‘ઝલક દિખલા જા’માં ઈશા શરવની અને તેના કોરિયોગ્રાફર સલમાન યુસુફ ખાનની જોડી ધમાકેદાર ડાન્સ કરીને મોટા ભાગનાં અઠવાડિયાંઓમાં પૂરેપૂરા માર્ક મેળવીને બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચવામાં સફળ થઈ હતી. જોકે હવે લાગે છે કે આ જોડીને કોઈની નજર લાગી ગઈ છે, કારણ કે ગઈ કાલે સલમાનને એકાએક પીઠમાં ભારે દુખાવો થતાં તાબડતોબ અંધેરી (વેસ્ટ)માં આવેલી કોકિલાબેન અંબાણી હૉસ્પિટલમાં જવું પડ્યું હતું. સલમાનને છેલ્લા કેટલાક સમયથી ગરદનનો દુખાવો તો હેરાન કરી જ રહ્યો હતો, પણ રિહર્સલને કારણે તેણે ખાસ ધ્યાન નહોતું આપ્યું. હવે સલમાનને ડૉક્ટરે થોડો સમય સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે. આ બદલાયેલી પરિસ્થિતિમાં ઈશાના ભવિષ્ય પર પ્રશ્નાર્થ લાગી ગયો છે.  ઈશા હવે આગામી એપિસોડમાં ડાન્સ જ નહીં કરે અથવા તો પછી કોરિયોગ્રાફર વગર ડાન્સ કરશે એ સવાલ ચર્ચાસ્પદ બન્યો છે.