ઈશા કોપ્પીકર લેશે ડિવૉર્સ?

28 December, 2023 07:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઈશા અને ટિમી વચ્ચે તાલમેલ ન થતાં બન્નેએ પોતાના માર્ગ જુદા કરવાનું નક્કી કરી લીધું છે.

ઈશા કોપ્પિકર

ઈશા કોપ્પિકર તેના હસબન્ડ ટિમી નારંગનું ઘર છોડીને એકલી રહેવા જતી રહી હોવાની ચર્ચા છે. તેની સાથે તેની નવ વર્ષની દીકરી રિયાના પણ છે. ટિમી રેસ્ટોરાંનો માલિક છે. ઈશા અને ટિમી વચ્ચે તાલમેલ ન થતાં બન્નેએ પોતાના માર્ગ જુદા કરવાનું નક્કી કરી લીધું છે. બન્નેએ સંબંધ સાચવી રાખવાનો પ્રયાસ પણ કર્યો છે, પરંતુ તેમને સફળતા ન મળી. એથી તેમણે જુદાં પડવાનું નક્કી કરી લીધું. જોકે એ વિશે ઑફિશ્યલી બન્નેમાંથી કોઈએ જાહેરાત નથી કરી. એ વિશે સંપર્ક કરતાં ઈશાએ ટેક્સ્ટ મેસેજ કર્યો કે ‘મારે કાંઈ નથી કહેવું. આ ઉતાવળ કહેવાશે. મારે પ્રાઇવસીની જરૂર છે. તમારી સમજદારીને હું સમજી શકું છું.’

entertainment news bollywood buzz bollywood news isha koppikar