શાહરુખ ખાન ભજવવાનો છે બ્રહ્માસ્ત્રમાં નાનકડી ભૂમિકા?

02 November, 2019 05:53 PM IST  |  મુંબઈ ડેસ્ક

શાહરુખ ખાન ભજવવાનો છે બ્રહ્માસ્ત્રમાં નાનકડી ભૂમિકા?

મુંબઈ : શાહરુખ ખાન ‘બ્રહ્માસ્ત્ર’માં નાનકડી ભૂમિકા ભજવવાનો છે એવી ચર્ચા ચાલી રહી છે. જોકે આ વિશે શાહરુખ વતી કોઈ જાહેરાત નથી કરવામાં ‍આવી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને મૌની રૉય અગત્યના પાત્રમાં જોવા મળવાનાં છે. શાહરુખની આ ફિલ્મમાં એન્ટ્રીને લઈને તેના ફૅન્સમાં પણ જબરદસ્ત ઉત્સાહ છે. શાહરુખના ફૅન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે તે જલદી જ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરે, કારણ કે ‘ઝીરો’ બૉક્સ-ઑફિસ પર પટકાયા બાદ તેણે કોઈ નવી ફિલ્મની જાહેરાત નથી કરી. એવામાં જો તે ‘બ્રહ્માસ્ત્ર’માં નાનકડી ભૂમિકામાં પણ જોવા મળશે તો તેના ફૅન્સ માટે આ એક ટ્રીટ હશે. એવી ચર્ચા છે કે શાહરુખનો આ રોલ ખૂબ અગત્યનો રહેવાનો છે. તેણે આ રોલ માટે તારીખો પણ ફાળવી છે. આ વર્ષના અંતમાં શાહરુખના પાત્રનું શૂટિંગ કરવામાં આવે એવી શક્યતા છે. એવી પણ ચર્ચા છે કે શાહરુખ ખાન આજે તેના બર્થ-ડે નિમિતે નવી ફિલ્મની જાહેરાત કરવાનો છે.

bollywood bollywood news bollywood gossips Shah Rukh Khan