મુકેશ અંબાણીના ઍન્ટિલિયામાં બચ્ચનપરિવાર અને વહીદા રહેમાનનું સેલિબ્રેશન

23 August, 2012 06:14 AM IST  | 

મુકેશ અંબાણીના ઍન્ટિલિયામાં બચ્ચનપરિવાર અને વહીદા રહેમાનનું સેલિબ્રેશન

આ બુક-લૉન્ચિંગનો પ્રોગ્રામ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના અલ્ટામાઉન્ટ રોડ પર આવેલા નિવાસસ્થાન ઍન્ટિલિયામાં યોજવામાં આવ્યો હતો. આ ફંક્શનમાં મુકેશ અંબાણીનાં પત્ની નીતા અંબાણી જાજરમાન ઍક્ટ્રેસ વહીદા રહેમાનની હાજરી જોઈને ખુશખુશાલ થઈ ગયાં હતાં, જ્યારે દીકરી શ્વેતા નંદા અને પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચન સહિત અમિતાભ બચ્ચન અને જયા બચ્ચને પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. જોકે અભિષેક બચ્ચન વ્યસ્ત હોવાને કારણે એમાં પરિવાર સાથે હાજરી નહોતો આપી શક્યો.