સયાની ગુપ્તા બની પ્રોડ્યુસર

12 February, 2020 03:01 PM IST  |  Mumbai

સયાની ગુપ્તા બની પ્રોડ્યુસર

સયાની ગુપ્તા

સયાની ગુપ્તા હવે ‘વેર ધ વિન્ડ બ્લો’ દ્વારા પ્રોડ્યુસર બની રહી છે. ‘ફોર મોર શોટ્સ પ્લીસ’ અને ‘ઇનસાઇડ એજ’ જેવા વેબ-શોની સાથે તેણે ‘માર્ગરિટા વિથ ધ સ્ટ્રૉ’, ‘પાર્ચ્ડ’, ‘ફૅન’, ‘જૉલી LLB’ જેવી ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેની આ એક વન-હીરો ફિલ્મ છે. આવી ફિલ્મ બૉલીવુડમાં ભાગ્યે જ બને છે. ‘મોર મન કે ભ્રમ’ અને ‘રલંગ રોડ’ જેવી ફિલ્મ બનાવનાર કર્મા તકાપા આ ફિલ્મને ડિરેક્ટ કરશે. તેની આ ફિલ્મોને ઘણા નૅશનલ અને ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં વાહવાહી મળી છે. આ ફિલ્મનું સંપૂર્ણ શૂટિંગ હિમાયલ પર કરવામાં આવ્યું છે. ફિલ્મની ટીમ બૅઝ કેમ્પ સુધી ચઢીને ગઈ હતી અને ત્યાં એનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. અહીં એવરેજ ટેમ્પરેચર -૨૭ ડિગ્રી હતું. સાત વ્યક્તિની ટીમ સાથે સયામી હિમાલય ગઈ હતી અને તેમણે ૨૬ દિવસમાં ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું હતું. આ એક યુવાન છોકરીની સ્ટોરી છે જે એક અજાણી જગ્યા પર એટલે કે હિમાલય પર ટ્રેકિંગ માટે જાય છે. સુંદર લોકેશન અચાનક ખૂબ જ ક્રૂર બને છે અને કેવી પરિસ્થિતિમાંથી તે પસાર થાય છે એના પર આ ફિલ્મ બનાવવામાં આવી છે. હ્યુમન ટ્રાયલ પિક્ચર સાથે સયામી આ ફિલ્મને કો-પ્રોડ્યુસ કરી રહી છે. ફિલ્મમાં કામ કરવાના અનુભવ વિશે સયામીએ કહ્યું હતું કે ‘આ ફિલ્મ મારા દિલની ખૂબ જ નજીક છે. આ ફિલ્મનું શૂટિંગ એક રોલર કોસ્ટર રાઇડ કરતા પણ ખતરનાક હતું. શૂટિંગ કરવું મુશ્કેલ હતું, પરંતુ મારા માટે એ ખૂબ જ યાદગાર હતું. કર્મા અને તેની ટીમ સાથે શૂટિંગ કરવાની ખૂબ જ મજા આવી હતી.’

sayani gupta bollywood news entertaintment