તુમ્હારે સાથ સો જાઉંગી - તુમ્હારે સાથ ઍડજસ્ટ કરુંગી

14 December, 2012 03:30 AM IST  | 

તુમ્હારે સાથ સો જાઉંગી - તુમ્હારે સાથ ઍડજસ્ટ કરુંગી



ફિલ્મમેકર સુધીર મિશ્રા હાલમાં અજુર્ન રામપાલ અને ચિત્રાંગદા સિંહને લઈને ‘ઇનકાર’ નામની ફિલ્મ બનાવી રહ્યા છે. જોકે હાલમાં આ ફિલ્મના પ્રોમોને કારણે તેઓ સેન્સર ર્બોડના સાણસામાં ફસાતાં-ફસાતાં બચી ગયા છે. હકીકતમાં આ પ્રોમોના એક હિસ્સામાં હિરોઇન ચિત્રાંગદાને અજુર્નને પૂછતાં બતાવવામાં આવી છે કે ‘અગર મૈં તુમ્હારે સાથ સો જાઉંગી તો સબ ઠીક હો જાએગા?’ સેન્સર ર્બોડને પ્રોમોના આ હિસ્સા સામે વાંધો પડતાં એણે પ્રોમોને ‘એ’ સર્ટિફિકેટ આપ્યું હતું. આના કારણે આ પ્રોમો માત્ર મોડી રાતે જ દેખાડી શકાય એમ હતો.

આ પરિસ્થિતિમાંથી રસ્તો કાઢવા માટે સુધીર મિશ્રાએ આ ડાયલૉગ ફરીથી ડબ કરીને ‘સો જાઉંગી’ના બદલે ‘ઍડ્જસ્ટ કરુંગી’ કરીને મૂકી દીધો. આ ફેરફાર બાદ સેન્સર ર્બોડે ‘ઇનકાર’ના પ્રોમોને ‘યુ’ સર્ટિફિકેટ આપી દીધું હતું. હાલમાં આ ફિલ્મના બે પ્રોમો છે. એક પ્રોમો દિવસે દેખાડવામાં આવે છે, જ્યારે ‘એ’ સર્ટિફિકેટવાળો પ્રોમો મોડી રાતે.આ મુદ્દે ફિલ્મના પ્રોડ્યુસરોએ કોઈ કૉમેન્ટ કરવાનું પસંદ નથી કર્યું.