ઇન્જર્ડ કાગડાની સારવાર કરી શ્રદ્ધાએ

31 July, 2020 09:56 PM IST  |  Mumbai Desk | Agencies

ઇન્જર્ડ કાગડાની સારવાર કરી શ્રદ્ધાએ

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂરે તાજેતરમાં જ એક ઇન્જર્ડ કાગડાની સારવાર કરી હતી. પોતાની લાઇફસ્ટાઇલમાં તે કેવા પ્રકારનું પરિવર્તન લાવી રહી છે એ વિશે પણ તેણે જણાવ્યું હતું. ઘાયલ કાગડાને તે હળદર લગાવી રહી છે. આ ક્લિપને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શ્રદ્ધાએ કૅપ્શન આપી હતી કે ‘આપણી ધરતી અને કુદરત માટે હું મારી અંદર થોડું પરિવર્તન લાવી રહી છું. પ્લાસ્ટિકના બદલે હું બામ્બુ બ્રશનો ઉપયોગ કરું છું. એક બકેટનો ઉપયોગ નહાવા માટે કરું છું. પ્લાસ્ટિક વૉટર બૉટલના સ્થાને હું કૉપર, ગ્લાસ અને રીયુઝેબલ બૉટલ્સનો ઉપયોગ કરું છું. સાથે જ ભટકતાં પશુઓની દેખભાળ કરું છું. એક વર્ષ પહેલાં ૨૧ જુલાઈએ હું શાકાહારી બની ગઈ હતી (કારણ કે ઍનિમલ્સ આપણા ફ્રેન્ડ્સ છે). આશા રાખું છું કે હું આ રીતે જ આપણા પ્લેનેટને અને ઍનિમલ્સને પ્રેમ કરતી રહું.’

bollywood bollywood news bollywood gossips shraddha kapoor