13 January, 2026 07:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વરુણ ધવન
ફિલ્મ ‘બૉર્ડર 2’નું ગીત ‘ઘર કબ આઓગે’ રિલીઝ થયા બાદ ઇન્ટરનેટ પર સતત એની રીલ્સ બની રહી છે જેમાં લોકો વરુણ ધવનની ટીકા કરી રહ્યા છે. લોકો તેના ફેશ્યલ એક્સપ્રેશન અને ડાન્સની મજાક ઉડાવી રહ્યા છે. આ મુદ્દે ફિલ્મની પ્રોડ્યુસર નિધિ દત્તાએ વરુણને નિશાન બનાવનારા ટીકાકારોને ‘ઍન્ટિ-નૅશનલ’ પણ કહ્યા હતા. હવે થારા ભાઈ જોગિંદર નામના જાણીતા ઇન્ફ્લુએન્સરે કેટલાક સ્ક્રીનશૉટ શૅર કરીને દાવો કર્યો છે કે વરુણને ટ્રોલ કરવા માટે તેને પાંચ લાખ રૂપિયાની ઑફર આપવામાં આવી હતી.
આ ઇન્ફ્લુએન્સરે એક વિડિયો શૅર કરીને વરુણ ધવન વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા નેગેટિવ કૅમ્પેનનો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું છે કે ‘વરુણ ધવનની ઇમેજ ખરાબ કરવા માટે સોશ્યલ મીડિયા પર એક કૅમ્પેન ચાલી રહ્યું છે. આ લોકો પૈસા આપે છે અને કહે છે કે બસ એટલું બોલવાનું છે કે વરુણ ધવનની ઍક્ટિંગ બહુ ખરાબ છે.’