India’s Most wanted થઈ રિલીઝ, આટલી ઓપનિંગ મળવાનું અનુમાન

24 May, 2019 12:39 PM IST  |  મુંબઈ

India’s Most wanted થઈ રિલીઝ, આટલી ઓપનિંગ મળવાનું અનુમાન

'ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ'.

ભારતીય સીનેમા હાલ સાચી ઘટના કઈક વધારે શોધી રહી છે કારણકે દર્શકોને પણ હવે એવી વાર્તાની આતુરતાથી રાહ છે. આજે એક સાચી વાર્તા પડદા પર આવી છે, જેનું નામ છે 'ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ'.

અજય દેવગનની સાથે ફિલ્મ 'રેઈડ' અને વિદ્યા બાલન સાથે 'નો વન કિલ્ડ જેસિકા' જેવી ફિલ્મ બનાવનારા રાજકુમાર ગુપ્તાની આ ફિલ્મ આજે શુક્રવારે એટલે 24 મે 2019ના રોજ રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં અર્જૂન કપૂર લીડ રોલમાં છે અને વાર્તા સાચી છે. અર્જૂન ક્પૂર ક્યારે પણ આવા રોલમાં દેખાયા નથી. એક પણ ગોળી ચલાવ્યા વગર એક આતંકવાદીને પડકવાની આ વાર્તામાં અર્જૂન કપૂરની સાથે ચાર લોકો એને સાથ આપે છે.

ફિલ્મમાં અર્જૂન કપૂરે પ્રભાત કપૂરનો રોલ ભજવ્યો છે, જે એક જાસૂસ છે. એ સિવાય રાજેશ શર્મા (રાજેશ સિંહ), પ્રશાંત એલેક્ઝેન્ડર (પિલ્લઈ). ગૌરવ મિશ્રા (અમિત) અને આસિફ ખાન (બિટ્ટૂ)ની મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ રવીન્દ્ર કૌશિક નામનમા એક જાસૂસની સાચી વાર્તા છે. કૌશિક થિયેટર આર્ટિસ્ટ રહ્યા છે. લખનઉમાં ઈન્ટેલિજેન્સના અધિકારીઓએ એમને નટક ભજવતા જોયા હતા. એમને દિલ્હીમાં બે વર્ષની ટ્રેનિંગ આપવામાં આવી હતી અને બાદ રૉએ એમને 23 વર્ષની ઉંમરમાં પાકિસ્તાન મોકલ્યા, નબી અહમદ શાકિર બનાવીને. કૌશિકે ત્યા એક છોકરીથી લગ્ન કરી લીધી અને પહેલા પાકિસ્તાની આર્મીમાં ક્લાર્ક બન્યા અને પછી મેજર. વર્ષ 1972થી 1983 સુધી કૌશિકે ભારતીય ગુપ્ત અધિકારીઓને ઘણી મહત્વની જાણકારીઓ આપી. બાદ પાકિસ્તીની સેનાએ એમને રંગે હાથે પકડી લીધાય કૌશિકનું 47 વર્ષની ઉંમરમાં પાકિસ્તાનની જેલમાં નિધન થઈ ગયું. એમણે એક પણ ગોળી ચલાવ્યા વગર નૌકાદળ આતંકવાદીને પકડાવ્યા હતા.

આ પણ વાંચો : Pm Narendra Modi Review: જાણો ફિલ્મને મળ્યા કેટલાક સ્ટાર્સ

લગભગ 2 કલાક 2 મિનિટની આ ફિલ્મને સેન્સર બોર્ડે યૂ/એ સર્ટિફિક્ટની સાથે પાસ કરી છે. ફિલ્મને દેશમાં 1500થી અધિક સ્ક્રીન્સમાં રિલીઝ કરવામાં આવી છે. પ્રચારના ખર્ચ સહિત લગભગ 30 કરોડ રૂપિયામાં બનેલી આ ફિલ્મનું પહેલા દિવસે 3થી 5 કરોડ રૂપિયાની વચ્ચેની કમાણી થવાનું અનુમાન છે.

arjun kapoor bollywood news entertaintment