બાદશાહે ખરીદી ૧૨.૪૫ કરોડ રૂપિયાની રોલ્સ-રૉયસ કલિનન

01 October, 2025 10:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાદશાહ રોલ્સ-રૉયસ કલિનન સિરીઝ II ખરીદનાર પ્રથમ ભારતીય મ્યુઝિક સેલિબ્રિટી બન્યો છે

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

સિન્ગર બાદશાહે હાલમાં ૧૨.૪૫ કરોડ રૂપિયાની નવી રોલ્સ-રૉયસ કલિનન ખરીદી છે. આ સાથે બાદશાહ રોલ્સ-રૉયસ કલિનન સિરીઝ II ખરીદનાર પ્રથમ ભારતીય મ્યુઝિક સેલિબ્રિટી બન્યો છે. ભારતમાં મુકેશ અંબાણી, શાહરુખ ખાન, અજય દેવગન, અલ્લુ અર્જુન અને ભૂષણકુમાર જેવી સેલિબ્રિટીઝ આ સિરીઝની કાર ધરાવે છે અને એમાં બાદશાહનો સમાવેશ થઈ ગયો છે. બાદશાહે સોશ્યલ મીડિયા પર ફૅન્સ માટે આ કારનો વિડિયો શૅર કર્યો છે.

badshah social media entertainment news bollywood bollywood news