૯૦ના દાયકામાં ડિરેક્ટર્સ સ્ક્રિપ્ટ વગર દૃશ્યોના આઇડિયા આપતા હતા : અજય દેવગન

25 March, 2023 05:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘૧૯૯૦ના દાયકામાં ડિરેક્ટર્સ દૃશ્ય માટે ઍક્ટર્સને સ્ક્રિપ્ટ વગર આઇડિયા આપી દેતા હતા અને એ સમયે ઍક્ટરે ઇમ્પ્રોવાઇઝ કરવું પડતું હતું. એમાં ડાયલૉગનો પણ સમાવેશ થાય છે. મેં આવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.’

અજય દેવગન

અજય દેવગનનું કહેવું છે કે ૧૯૯૦ના દાયકામાં ડિરેક્ટર્સ દૃશ્ય કેવું હશે એનો આઇડિયા સ્ક્રિપ્ટ વગર જ આપતા હતા. અજય દેવગને એ સમયે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેની ડિરેક્ટર-ઍક્ટર તરીકેની ‘ભોલા’ ૩૦ માર્ચે આવી રહી છે. એના વિશે વાત કરતાં અજય દેવગને કહ્યું કે ‘૧૯૯૦ના દાયકામાં ડિરેક્ટર્સ દૃશ્ય માટે ઍક્ટર્સને સ્ક્રિપ્ટ વગર આઇડિયા આપી દેતા હતા અને એ સમયે ઍક્ટરે ઇમ્પ્રોવાઇઝ કરવું પડતું હતું. એમાં ડાયલૉગનો પણ સમાવેશ થાય છે. મેં આવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.’

અત્યારના ડિરેક્ટર અને રાઇટર સ્ક્રિપ્ટને જ્યારે નરેટ કરે છે ત્યારે એવી ઍક્ટિંગ કરે છે જાણે તેઓ ઑડિશન આપી રહ્યા હોય. - અજય દેવગન

bollywood news bollywood gossips bollywood entertainment news ajay devgn