Aishwarya Raiની આ ડુપ્લિકેટને તમે જોઈ કે નહીં,સોશિયલ મીડિયા પર છે ચર્ચા

27 February, 2021 04:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Aishwarya Raiની આ ડુપ્લિકેટને તમે જોઈ કે નહીં,સોશિયલ મીડિયા પર છે ચર્ચા

Aishwarya Raiની આ ડુપ્લિકેટને તમે જોઈ કે નહીં

ફિલ્મ એક્ટ્રેસ ઐશ્વર્યા રાયના ફૅન્સ આમના ઈમરાન નામની પાકિસ્તાની મહિલા સાથે ઐશ્વર્યા રાયની સમાનતા જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. તેની તસવીરો ઈન્ટરનેટ પર ઝડપથી વાઈરલ થઈ રહી છે. ઐશ્વર્યા રાયના ચાહકો પાકિસ્તાની ઐશ્વર્યા રાય સાથે આમના ઈમરાનની સમાનતા જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

આમના ઈમરાન અમેરિકામાં રહે છે અને તે ઐશ્વર્યા જેવી દેખાય છે. શુક્રવારે ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ ઐશ્વર્યા અને આમનાની તસવીરો શૅર કરી હતી. ઘણા લોકોએ તેમની સમાનતા પર પ્રતિક્રિયા આપી છે. એક ફૅને લખ્યું છે કે, 'પહેલીવાર મને લાગ્યું કે તે ઐશ્વર્યા રાય બચ્ચન જ છે.' તેમ જ અન્ય એક જણે લખ્યું, 'એક સેકન્ડ માટે મને લાગ્યું કે તે ઐશ્વર્યા રાય જ છે. કેટલાક ફૅન્સે લખ્યું, 'મને લાગે છે કે આમના ઈમરાને ઐશ્વર્યા રાયની જેમ દેખાવા માટે પ્લાસ્ટિક સર્જરીનો સહારો લીધો છે. પ્લાસ્ટિક સર્જરી કરાવીને પૂર્ણ રીતે પ્રયાસ કરવામાં આવ્યો છે કે તે ઐશ્વર્યા જેવી દેખાઈ શકે.'

તેમ જ આમનાએ આ પોસ્ટ પર લખ્યું, 'થેન્ક યૂ, હું તમારા બધાના પ્રેમ માટે આભારી છું અને મેં કોઈ સર્જરી કરાવી નથી. તમને બધાને મારો ખૂબ જ પ્રેમ'. આમના પહેલા માનસી નાઈક અને અમૃતા પણ ઐશ્વર્યા રાયની જેમ નજર આવી ચૂકી છે. અમૃતા પોતાના ટિક-ટૉક વીડિયો માટે લોકપ્રિય હતી. તેમાં તે ઐશ્વર્યાની જેમ મેકઅપ કરતી હતી. અમૃતા એક મૉડેલ છે અને ઘણીવાર જ્વેલરી બ્રાન્ડમાં જોવા મળે છે.

ઐશ્વર્યા રાય છેલ્લી વાર 2018માં આવેલી ફિલ્મ ફન્ને ખાનમાં નજર આવી હતી. આ ફિલ્મમાં તેના સિવાય અનિલ કપૂર અને રાજકુમાર રાવની મહત્વની ભૂમિકા હતી. તે ટૂંક સમયમાં મણિરત્નમની આગામી ફિલ્મમાં નજર આવશે. આ ફિલ્મની શૂટિંગ શરૂ થઈ ગઈ છે. ઐશ્વર્યા રાય ફિલ્મ અભિનેત્રી છે. તેણે ઘણી ફિલ્મોમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેની ફિલ્મોને ખૂબ પસંદ કરવામાં આવે છે.

aishwarya rai bachchan bollywood bollywood news entertainment news