એકબીજા સામે જોયું પણ નહીં પ્રિયંકા અને કૅટરિનાએ

21 November, 2014 05:22 AM IST  | 

એકબીજા સામે જોયું પણ નહીં પ્રિયંકા અને કૅટરિનાએ


બન્નેએ આ સમારંભમાં એકબીજાની નજીક પણ ન જવાની અને ભૂલથીયે સામસામે ન આવી જવાય એની બરાબર ખાતરી રાખી હતી. સમગ્ર ફંક્શનમાં કૅટ ફિલ્મમેકર્સ કરણ જોહર અને કબીર ખાનની આસપાસ જ રહી હતી. જોકે બૉલીવુડની આ બન્ને ઍક્ટ્રેસ વચ્ચે બોલવાના પણ સંબંધો નથી એ સૌ જાણે છે. ગયા વર્ષે પ્રિયંકા ફિલ્મ ‘શૂટઆઉટ ઍટ વડાલા’ના એક આઇટમ-સૉન્ગનું શૂટિંગ કરી રહી હતી ત્યારે સેટ પર કૅટરિના ફિલ્મ ‘બૅન્ગ બૅન્ગ’ના ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ સાથે કોરિયોગ્રાફર અહમદ ખાનને મળવા આવી હતી. ત્યારે એક જ સેટ પર હોવા છતાં બન્નેએ એકબીજાની દરકાર પણ કરી નહોતી.

આની પાછળનું કારણ એ છે કે ફિલ્મ ‘અન્જાના અન્જાની’ના શૂટિંગ વખતે પ્રિયંકાનું નામ તેના કો-સ્ટાર રણબીર કપૂર સાથે જોડાયું હતું. જોકે ફિલ્મ રિલીઝ થઈ ગયા બાદ આવી અફવાઓનો અંત પણ આવી ગયો હતો. આજે કૅટ અને રણબીરના સંબંધોની ચર્ચા ચાલે છે. આ વાતને મનમાં રાખીને આ બન્ને ઍક્ટ્રેસ વચ્ચે સંબંધોમાં ખટાશ હશે કે કેમ એ કોણ કહી શકે?