વૅલેન્ટાઇન્સ ડે ઊજવ્યો રણબીર કપૂરે ફૅન્સ સાથે

15 February, 2026 12:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રણબીર માત્ર ઍક્ટર જ નથી પણ તેની પોતાની લાઇફસ્ટાઇલ બ્રૅન્ડ પણ છે. તેની આ બ્રૅન્ડને એક વર્ષ પૂરું થતાં રણબીરે સ્ટોર પર હાજરી આપીને ઉજવણી કરી હતી. આ પ્રસંગે તેણે મીડિયા સાથે વાતચીત કરી, અનેક ફોટોગ્રાફ્સ પડાવ્યા, કેક કાપી અને ચાહકો સાથે સમય પસાર કર્યો.

વૅલેન્ટાઇન્સ ડે ઊજવ્યો રણબીર કપૂરે ફૅન્સ સાથે

રણબીર કપૂર ભાગ્યે જ કોઈ ઇવેન્ટમાં કે કાર્યક્રમમાં જોવા મળે છે. ફિલ્મોના પ્રચાર સિવાય તે મોટા ભાગે પરિવાર સાથે સમય પસાર કરતો જોવા મળે છે. જોકે ગઈ કાલે વૅલેન્ટાઇન્સ ડે પર તે પત્ની આલિયા ભટ્ટ વગર એક ખાસ ઇવેન્ટમાં હાજર રહ્યો હતો. અહીં તેણે ફોટોગ્રાફર્સ સાથે મસ્તી કરી હતી અને ફૅન્સને પણ ઉત્સાહભેર પોઝ આપ્યા હતા. રણબીર માત્ર ઍક્ટર જ નથી પણ તેની પોતાની લાઇફસ્ટાઇલ બ્રૅન્ડ પણ છે. તેની આ બ્રૅન્ડને એક વર્ષ પૂરું થતાં રણબીરે સ્ટોર પર હાજરી આપીને ઉજવણી કરી હતી. આ પ્રસંગે તેણે મીડિયા સાથે વાતચીત કરી, અનેક ફોટોગ્રાફ્સ પડાવ્યા, કેક કાપી અને ચાહકો સાથે સમય પસાર કર્યો હતો. આ ઇવેન્ટના વિડિયોમાં રણબીર ખૂબ ઉષ્માભેર ચાહકો અને ફૅન્સ સાથે સેલ્ફી પડાવતો જોવા મળે છે. એક તબક્કે તો તેણે એક નાના બાળકને ઊંચકીને તેની સાથે હોંશે-હોંશે તસવીર ક્લિક કરાવી હતી. રણબીરનો આ સાદગીભર્યો અને પ્રેમાળ અંદાજ ફૅન્સને બહુ ગમ્યો છે.

વૅલેન્ટાઇન્સ ડેના દિવસે જાહેર કરાઈ હીર રાંઝાની પહેલી ઝલક

‘લૈલા મજનૂ’ પછી હવે ડિરેક્ટર ઇમ્તિયાઝ અલી નવી રોમૅન્ટિક ફિલ્મ ‘હીર રાંઝા’ લઈને આવી રહ્યા છે. ગઈ કાલે વૅલેન્ટાઇન્સ ડેના દિવસે ફિલ્મની પહેલી ઝલક સાથે આ ફિલ્મની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ‘લૈલા મજનૂ’ રિલીઝ સમયે ભલે બૉક્સ-ઑફિસ પર ફ્લૉપ રહી હતી, પરંતુ રી-રિલીઝ દરમ્યાન ફિલ્મને મોટી સફળતા મળી હતી. ‘લૈલા મજનૂ’ પછી ઇમ્તિયાઝ અલીએ આ રોમૅન્ટિક ડ્રામા ફ્રૅન્ચાઇઝને આગળ વધારવાનો નિર્ણય કર્યો છે અને નિર્માતા એકતા કપૂર સાથે મળીને ‘હીર રાંઝા’ બનાવી રહ્યા છે. આ ફિલ્મનું ડિરેક્શન સાજિદ અલી કરશે. જોકે ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં કોણ હશે એની માહિતી હાલ જાહેર કરવામાં આવી નથી. વિડિયોમાં બન્ને કલાકારોના ચહેરા પણ દેખાડવામાં નથી આવ્યા.

ranbir kapoor imtiaz ali valentines day bollywood buzz bollywood news bollywood gossips bollywood