ઇમરાનનો ટપોરી લુક કેવો હશે?

07 September, 2012 05:56 AM IST  | 

ઇમરાનનો ટપોરી લુક કેવો હશે?

‘વન્સ અપૉન અ ટાઇમ ઇન મુંબઈ ૨’ના ગૅન્ગસ્ટરના રોલ માટે ઇમરાન ખાન હાલમાં પરફેક્ટ ટપોરી લુકની શોધમાં છે. એવું જાણવા મળ્યું છે કે તેનો રોલ ૧૯૮૦ના દાયકાના જૅકી શ્રોફ અને અનિલ કપૂરના રોલથી પ્રેરિત છે.

‘આઇ હેટ લવ સ્ટોરીઝ’ અને ‘એક મૈં ઔર એક તૂ’ પછી ઇમરાને ધરખમ મેકઓવર પ્રોજેક્ટ હાથ ધર્યો છે. હવે અક્ષયકુમાર અને સોનાક્ષી સિંહા સાથેની તેની ‘વન્સ અપૉન અ ટાઇમ ઇન મુંબઈ ૨’માં ઇમરાન પોતાની સ્વીટ ઇમેજને છોડીને એકદમ હટકે ટપોરી સ્ટાઇલ અપનાવી રહ્યો છે. ઇમરાને તેના માણસોને આવા ટપોરી લુક માટેનાં કપડાં અને અન્ય ઍક્સેસરીઝ વગેરે ખરીદવા માટે કામે લગાડી દીધા છે. હવે ફાઇનલી નક્કી થઈ ગયું છે કે તેનો લુક અનિલ કપૂર અને જૅકી શ્રોફની ૧૯૮૦ની ટપોરી ફિલ્મોને મળતો આવશે, કેમ કે ઇમરાનને લાગે છે કે આ બન્ને ઍક્ટરો તેમના જમાનાના મોસ્ટ સ્ટાઇલિશ મેન હતા.