ઇમરાન ખાન છે સારો ફોટોગ્રાફર

23 September, 2012 05:35 AM IST  | 

ઇમરાન ખાન છે સારો ફોટોગ્રાફર

આ મુદ્દે વાત કરતાં ઇમરાનની નજીકનો એક મિત્ર કહે છે, ‘ઇમરાનને ફોટોગ્રાફી બહુ ગમે છે. તે પોતાના શૂટના લોકેશન પર ફોટો પાડતો રહે છે અને ઘણી વાર ખાસ સમય કાઢીને ફોટોગ્રાફી કરવા જાય છે. હાલમાં તે એક ફિલ્મના શૂટિંગ માટે ઓમાન ગયો હતો ત્યારે પણ ત્યાં ફોટોગ્રાફી કરી હતી.’

નોંધનીય છે કે ‘એક મૈં ઔર એક તૂ’ના શૂટિંગ વખતે તેણે પોતાની સહકલાકાર કરીના કપૂરના ઢગલાબંધ ફોટો પાડ્યા હતા અને ફિલ્મની રિલીઝ વખતે એનું પ્રદર્શન પણ યોજ્યું હતું.