દેવ આનંદનો ખૂબ જ મોટો ફૅન છે જૅકી શ્રોફ

13 June, 2017 04:37 AM IST  | 

દેવ આનંદનો ખૂબ જ મોટો ફૅન છે જૅકી શ્રોફ

દેવ આનંદ માટેના પોતાના પ્રેમની વાત કરતાં જૅકી શ્રોફે એક નિવેદનમાં જણાવ્યું હતું કે હું દેવ આનંદનો જબરો ફૅન છું. અમે ‘હીરો’નું શૂટિંગ કરતા હતા ત્યારે હું દેવ આનંદની સ્ટાઇલમાં ડાયલૉગ બોલતો હતો અને ફિલ્મના ડિરેક્ટર સુભાષ ઘઈ મને યાદ અપાવતા હતા કે મારે દેવ આનંદની માફક નહીં, પણ શત્રુઘ્ન સિંહાની સ્ટાઇલમાં ડાયલૉગ બોલવાના છે.

સંજય દત્ત સાથેની પોતાની ફિલ્મ ‘ખલનાયક’ દેશની સૌથી મોટી સ્ક્રીન પર ફરી રજૂ થઈ રહી હોવાની ખુશી વ્યક્ત કરતાં જૅકી શ્રોફે જણાવ્યું હતું કે આ ફિલ્મનું મારું ફેવરિટ સૉન્ગ ‘દેર સે આના, જલદી જાના’ ફરી નિહાળવાની મારી ઇચ્છા છે.