Ileana D'Cruzને ચાહકે પૂછ્યો આ સવાલ, એક્ટ્રેસે કરી એની બોલતી બંધ

05 September, 2019 11:01 AM IST  |  મુંબઈ

Ileana D'Cruzને ચાહકે પૂછ્યો આ સવાલ, એક્ટ્રેસે કરી એની બોલતી બંધ

ઈલિયાના ડિક્રૂઝ

સામાન્ય લોકોથી દૂર રહેનારી સેલિબ્રિટી પણ ઘણી વાર પોતાના ફૅન્સ સાથે જોડવાની કોશિશ કરે છે. જોકે એમને ઘણી વાર પર્સનલ લાઈફથી જોડાયેલા સવાલનો સામનો પણ કરવો પડે છે, જેને સેલિબ્રિટી ઈગ્નોર કરી દે છે અથવા કરારો જવાબ આપે છે. હાલમાં જ એવું થયું છે બૉલીવુડ એક્ટ્રેસ ઈલિયાના ડિક્રૂઝ સાથે, જે ઈન્ટસ્ટાગ્રામ પર લોકો સાથે વાતચીત કરી રહી હતી, પરંતુ કોઈએ એની પર્સનલ લાઈફથી જોડાયેલો સવાલ પૂછ્યો અને એક્ટ્રેસે કટાક્ષ મારતા એનો જવાબ આપ્યો.

હકીકતમાં ઈલિયાનાએ ઈન્સ્ટાગ્રામ પર Ask Me Anything સેશન રાખ્યુ હતું. તે દરમિયાન કેટલાક ફૅન્સે એની ફિલ્મ્સ, પસંદ અને નાપસંદ વિશે કેટલાક સવાલ પૂછ્યા અને ઈલિયાનાએ પણ એના જવાબ સારી રીતે આપ્યા. આ બધાની વચ્ચે એક વ્યક્તિએ એની વર્જિનિટી પર સવાલ પૂછ્યા તો ઈલિયાના ભડકી ગઈ અને એણે એ વ્યક્તિને કરારો જવાબ આપ્યો.

Ask Me Anything સેશન દરમિયાન એક યૂઝરે પૂછ્યું, 'તમે વર્જિનિટી ક્યારે ખોઈ દીધી હતી'? સવાલ પર ઈલિયાનાએ જવાબ આપ્યો, તમારી માતા શું કહેશે? બાદ ઈલિયાનાએ આ વ્યક્તિ તરફથી પૂછવામાં આવેલા સવાલ અને એના જવાબનો સ્ક્રીનશૉટ સ્ટોરીના માધ્યમથી શૅર કર્યું હતું. એવું નથી કે ઈલિયાનાને એવા સવાલોનો સામનો કરવો પડી રહ્યો છે, આની પહેલા ટાઈગર શ્રોફને પણ આવો સવાલ કરવામાં આવ્યો હતો, ત્યારે એમણે કહ્યું હતું કે 'અબે બેશર્મ! મેરે મૉમ ડેડ ભી ફૉલો કર રહે હૈં મુઝે'.

આ પણ વાંચો : દબંગ 3ને સલમાન ૨૦૨૦ની ઇદ પર રિલીઝ કરશે?

ત્યારે ઈલિયાનાના વર્કફ્રન્ટની વાત કરીએ તો ઈલિયાના તેલુગુ ફિલ્મ અમર અકબર એન્થોનીમાં નજર આવી હતી. આ સમયે ઈલિયાના પોતાની નવી ફિલ્મ પાગલપંતીને લઈને ચર્ચામાં છે. એમા ઈલિયાના સિવાય જૉન અબ્રાહમ, અનિલ કપૂર, અરશદ વારસી અને પુલકિત સમ્રાટ જેવા સ્ટાર્સ નજર આવશે.

ileana d cruz bollywood news