ઇલા અરુણ ઘૂમકેતુમાં નવાઝુદ્દીન સાથે કામ કરવાને લઈને અવઢવમાં હતી

23 May, 2020 09:52 PM IST  |  Mumbai Desk | Agencies

ઇલા અરુણ ઘૂમકેતુમાં નવાઝુદ્દીન સાથે કામ કરવાને લઈને અવઢવમાં હતી

ઘૂમકેતુ

ઇલા અરુણે જણાવ્યું હતું કે તે પહેલાં તો ‘ઘૂમકેતુ’માં નવાઝુદ્દીન સાથે કામ કરવાને લઈને મૂંઝવણમાં હતી. ZEE5 પર રિલીઝ થયેલી આ ફિલ્મમાં નવાઝુદ્દીન બિહારથી મુંબઈ બૉલીવુડમાં કિસ્મત અજમાવવા આવે છે. આ ફિલ્મમાં રાગિણી ખન્ના, અનુરાગ કશ્યપ અને સ્વાનંદ કિરકિરે અગત્યની ભૂમિકામાં જોવા મળી રહ્યાં છે. નવાઝુદ્દીન સાથે કામ કરવાના અનુભવ વિશે ઈલાએ કહ્યું હતું કે ‘હું એવા ઍક્ટર્સમાંની નથી કે જે ઍક્ટિંગમાં વર્ષોથી કામ કરતા હોવાથી અને બહોળો અનુભવ ધરાવતા હોવાથી પોતાની જાતને શ્રેષ્ઠ માનવા લાગે. ઍક્ટિંગની સ્ટાઇલ અને પર્ફોર્મન્સમાં સતત વિકાસ થતો રહે છે. સમય સાથે તાલમેલ બેસાડવા માટે મને મારી જાતને સતત અપડેટેડ રાખવી પડે છે. નવાઝ એક ઉત્તમ ઍક્ટર છે અને હું તેનાથી ખૂબ પ્રભાવિત થઈ છું. ખરું કહું તો શરૂઆતમાં તેની સાથે કામ કરવામાં હું ખચકાટ અનુભવી રહી હતી. તે યંગ છે, તેનું માઇન્ડ અલર્ટ છે અને તે દરેક સીનને એટલી તો સચોટતાથી ભજવે છે કે એ કૅરૅક્ટર એક અલગ લેવેલ પર પહોંચી જાય છે. એક સિનિયર ઍક્ટર તરીકે મારે નમ્ર રહેવું જરૂરી છે. તેના પર્ફોર્મન્સની સમતોલે આવવા માટે મારે અલર્ટ રહેવું પડતું હતું.

ઘૂમકેતુએ મને બૉલીવુડની મારા સ્ટ્રગલના દિવસોની યાદ અપાવી છેઃ નવાઝુદ્દીન સિદ્દીકી

નવાઝુદ્દીન સિદ્દીકીએ જણાવ્યું હતું કે તેની ‘ઘૂમકેતુ’એ તેને બૉલીવુડમાં કરેલી સ્ટ્રગલના દિવસોની યાદ અપાવી છે. નવાઝુદ્દીન મૂળ ઉત્તર પ્રદેશના બુલઢાણાનો રહેવાસી છે. પોતાની સ્ટ્રગલના દિવસો વિશે નવાઝુદ્દીને કહ્યું હતું કે ‘હું મુંબઈ એક નાનકડા શહેરમાંથી આવ્યો હતો. મને અહીં ઍડ્જસ્ટ થવામાં સમય લાગ્યો હતો. મુંબઈ ઍડ્વાન્સ, ફાસ્ટ સ્પીડમાં દોડે છે અને લોકોને પણ એ ગમે છે. જોકે એમાં સામેલ થવામાં પણ સમય લાગ્યો હતો. શરૂઆતમાં તો દરેકને સ્ટ્રગલ કરવી પડે છે. હું પણ અહીંના રીતરિવાજથી વાકેફ નહોતો. આ ફિલ્મમાં લેખક જે પ્રકારે સ્ટ્રગલ કરે છે મેં પણ એ જ રીતે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ઍક્ટર બનવા માટે સ્ટ્રગલ કરી હતી. એ કૅરૅક્ટર અને મારી લાઇફની વચ્ચે પણ થોડીઘણી સમાનતાઓ છે. આ ફિલ્મને કારણે મને મારા દિવસો યાદ આવી ગયા હતા.’

bollywood bollywood news bollywood gossips ila arun nawazuddin siddiqui