જાડેજા જો ૮૦ ટકા પણ ફિટ હશે તો ત્રીજી ટેસ્ટમાં રમશે : કોચ રવિ શાસ્ત્રી

24 December, 2018 07:03 PM IST  | 

જાડેજા જો ૮૦ ટકા પણ ફિટ હશે તો ત્રીજી ટેસ્ટમાં રમશે : કોચ રવિ શાસ્ત્રી

નેટ પ્રેક્ટિસમાં રવિન્દ્ર જાડેજા અને રોહિત શર્મા

પ્રતિષ્ઠિત બૉર્ડર-ગાવસકર સિરીઝની ત્રીજી ટેસ્ટ બુધવારથી મેલબર્નના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે. ઑસ્ટ્રેલિયાએ પર્થ ટેસ્ટ ૧૪૬ રનથી જીતીને સિરીઝ ૧-૧થી લેવલ કરી હતી જેમાં ભારતના લેફ્ટ આર્મ સ્પિનર રવીન્દ્ર જાડેજાને ખભાની ઈજાને કારણે રમાડવામાં આવ્યો નહોતો. જે પર્થની પિચ પર ઑસ્ટ્રેલિયન સ્પિનર નૅથન લાયન મૅન ઑફ ધ મૅચ બન્યો હતો એ ટેસ્ટમાં જાડેજાને શા માટે રમાડવામાં આવ્યો નહોતો? શાસ્ત્રીએ ગઈ કાલે મેલબર્નમાં મીડિયા સમક્ષ ખુલાસો કર્યો હતો કે જાડેજા પર્થ ટેસ્ટ માટે ૭૦-૮૦ ટકા ફિટ હતો, સંપૂર્ણ નહીં તેથી તેને પ્લેઇંગ ઇલેવનમાં સમાવવામાં આવ્યો નહોતો. હેડ કોચ રવિ શાસ્ત્રીના આ ખુલાસાથી ટીમ-મૅનેજમેન્ટ સામે ઘણા પ્રશ્નો ઊભા થયા હતા. શું જાડેજા ઑસ્ટ્રેલિયાની ટૂર માટે સંપૂર્ણ ફિટ હતો? ટૂર દરમ્યાન ઇન્જેક્શન લેવાને બદલે ખભાની ઈજાની સારવાર માટે તે શા માટે નૅશનલ ક્રિકેટ ઍકૅડેમીમાં કેમ ન ગયો? શા માટે અનફિટ જાડેજાને ૧૩ સભ્યોની ટીમમાં સમાવવામાં આવ્યો? આનાથી આગળ વધતાં શા માટે તેને ટેસ્ટનો બારમો ખેલાડી બનાવીને તેની પાસે પહેલી ઇનિંગ્સમાં ૨૦ અને બીજી ઇનિંગ્સમાં ૧૨.૪ ઓવર માટે ફીલ્ડિંગ કરાવી હતી? ટૂરની શરૂઆતમાં જે જાડેજાને ખભાના દુખાવા માટે ઇન્જેક્શન લેવાની જરૂર પડી હતી તે બાઉન્ડરી પર થþોની પ્રૅક્ટિસ શા માટે કરતો હતો?

કોચ શાસ્ત્રીએ કહ્યું હતું કે શ્નઑસ્ટ્રેલિયામાં આગમન કર્યાના ચાર દિવસ પછી જાડેજાએ ખભાના દુખાવા માટે ઇન્જેક્શન લીધું હતું. પર્થ ટેસ્ટ શરૂ થાય ત્યાં સુધી રાહ જોયા પછી અમે નર્ણિય  લીધો હતો કે તેને પર્થ ટેસ્ટમાં રમાડવાનું રિસ્ક ન લેવું જોઈએ. જો મેલબર્ન ટેસ્ટ માટે તે ૮૦ ટકા ફિટ હશે તો તે રમશે. હકીકતમાં તેને ખભામાં દુખાવો આ સીઝનની એકમાત્ર ડોમેસ્ટિક મૅચ રમ્યો એ પહેલાં હતો. ત્યારે તેણે ઇન્જેક્શન લીધું હતું છતાં તેને અહીં આવતાં દુખાવો થતાં અમે તેને ટેસ્ટમાં રમાડવાનું યોગ્ય સમજ્યું નહોતું.’ 

જાડેજા રાજકોટમાં રેલવે સામે ટૂરની તૈયારી માટે રણજી મૅચ રમ્યો હતો જેમાં તેણે બન્ને ઇનિંગ્સમાં નૉટઆઉટ રહીને ૨૦૦થી વધુ રન કર્યા હતા અને સાત વિકેટ લીધી હતી. તેના આ પર્ર્ફોમન્સ બદલ તેને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મળ્યો હતો.

આઘાતની વાત એ છે કે ભારતીય મીડિયાને જાડેજાની ઈજા બાબતે પહેલાં કંઈ જણાવવામાં આવ્યું નહોતું. આજના યુગમાં જ્યારે ટૂર પર મીડિયાની ટીમ સાથે હોય છે ત્યારે ઈજા જેવી ગંભીર બાબતોનો ખુલાસો કરવાની જરૂર હતી.

team india australia border-gavaskar trophy cricket news ravindra jadeja