જો ડિરેક્ટર બનીશ તો હું એકલવાયો બની જઈશ : શાહરુખ ખાન

09 December, 2019 11:06 AM IST  |  Mumbai

જો ડિરેક્ટર બનીશ તો હું એકલવાયો બની જઈશ : શાહરુખ ખાન

શાહરુખ ખાન

શાહરુખ ખાનનું માનવું છે કે જો ડિરેક્ટર બની ગયો તો હું એકલો પડી જઈશ. આ વિશે વધુ જણાવતાં શાહરુખે કહ્યું હતું કે ‘આ ફીલ્ડમાં ડિરેક્ટર એટલે કે તમે ભગવાન જેવું કામ કરો છો. તમે ફિલ્મ બનાવો છો, તમે ઍક્ટર્સને કહો છો કે કેવી રીતે ઍક્ટિંગ કરવી, ડાયલૉગ્સની પસંદગી કરો છો, સ્ક્રિપ્ટ બનાવો છો, દર્શકો માટે ફિલ્મ બનાવો છો, તમે થિયેટરમાં જાઓ છો, ડાર્કરૂમ્સમાં એનું એડિટિંગ કરો છો. ત્યાર બાદ જ્યારે ફિલ્મ બનીને તૈયાર થઈ જાય અને ફિલ્મ સફળ જાય કે નિષ્ફળ જાય ત્યારે તમે એકલા હો છો. મને લાગે છે કે ડિરેક્ટર બનવું એ એકલવાયો જૉબ છે. મને હંમેશાં એ વાતની ચિંતા રહે છે કે જો હું ડિરેક્ટર બનીશ તો હું એકલો પડી જઈશ. સાથે જ મારા રોજબરોજના કામથી પણ હું અળગો પડી જઈશ. એક સ્ટાર બન્યા બાદ હું એકદમ શાંત બની ગયો છું અને મારી સ્પેસમાં છું. હંમણાં હું એકાંકી અને ખુશ છું. જો હું ડિરેક્ટર બનું તો એકલવાયો અને દુખી થઈ જઈશ.’

#MeeToo દ્વારા મહિલાઓ તેમની આપવીતી જણાવી શકે છે : શાહરુખ ખાન

શાહરુખ ખાને જણાવ્યું હતું કે ‘#MeeToo કૅમ્પેન મહિલાઓને તેમનાં પર થયેલા અત્યાચાર વિશે બોલવાનું એક પ્લૅટફૉર્મ આપે છે. મહિલાઓ સાથે અણછાજતું વર્તન પૂરા વિશ્વમાં થાય છે. આ કૅમ્પેન સંદર્ભે શાહરુખે કહ્યું હતું કે ‘આની શરૂઆત વેસ્ટમાંથી થઈ હતી. એ કૅમ્પેને મહિલાઓને તેમની સ્ટોરી કહેવા માટે એક મંચ આપ્યું હતું. આ મુવમેન્ટની ખાસ વાત એ છે કે એની બધી બાજુએ ચર્ચા થઈ રહી છે. સિનેમા અને મીડિયામાં આ બાબતની સજાગતા છે. મને લાગે છે કે લોકો પણ હવે સભાન થયા છે કે જે પણ ખરાબ વર્તન કરશે તેને ઉજાગર કરવામાં આવશે.’

Shah Rukh Khan entertaintment