02 January, 2024 07:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇબ્રાહિમ અલી ખાન, પલક તિવારી
ઇબ્રાહિમ અલી ખાન હાલમાં જ ફોટોગ્રાફર્સથી ચહેરો છુપાવતો જોવા મળ્યો હતો. તે ન્યુ યર ઈવના દિવસે પલક તિવારી સાથે જોવા મળ્યો હતો. સૈફ અલી ખાનનો દીકરો અને શ્વેતા તિવારીની દીકરી એકમેકને ડેટ કરી રહ્યાં હોવાની ચર્ચા છે. ઇબ્રાહિમ આ વર્ષ ડેબ્યુ કરતો જોવા મળશે. જોકે એ પહેલાં જ તે તેની રિલેશનશિપને લઈને પણ ચર્ચામાં છે. ઇબ્રાહિમ અને પલક બન્ને સાથે પાર્ટી કરતાં જોવા મળ્યાં હતાં. તેઓ પાર્ટી બાદ સાથે જઈ રહ્યાં હતાં. ફોટોગ્રાફર્સને જોઈને ઇબ્રાહિમ તેનો ચહેરો છુપાવતો જોવા મળ્યો હતો. પલક બ્લૅક ડ્રેસમાં હતી અને ઇબ્રાહિમ બ્રાઉન જૅકેટમાં જોવા મળ્યો હતો. પલક તેના ફોનમાં વ્યસ્ત હતી અને ઇબ્રાહિમે ફોટો માટે પોઝ નહોતો આપ્યો.