18 April, 2025 11:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇબ્રાહિમ અલી ખાન અને પલક તિવારી
સૈફ અલી ખાન અને અમૃતા સિંહના દીકરા ઇબ્રાહિમ અલી ખાને હાલમાં ‘નાદાનિયાં’થી ઍક્ટિંગના ફીલ્ડમાં એન્ટ્રી લીધી છે. જોકે ઇબ્રાહિમે ઍક્ટિંગની કરીઅરની શરૂઆત કરી એના ઘણા સમય પહેલાંથી ચર્ચા હતી કે તે ઍક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીને ડેટ કરી રહ્યો છે અને બન્ને એકબીજા માટે બહુ સિરિયસ છે. જોકે હાલમાં એક ઇન્ટરવ્યુમાં ઇબ્રાહિમે આખરે તેની અને પલકની રિલેશનશિપની હકીકત જણાવી છે.
ઇબ્રાહિમને જ્યારે ઇન્ટરવ્યુમાં પલક વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે આ મામલે વિગતવાર જવાબ આપવાને બદલે માત્ર ‘તે બહુ સારી મિત્ર છે અને બહુ સ્વીટ છે, ધૅટ્સ ઑલ’ એટલું કહેવાનું જ પસંદ કર્યું હતું.
ઇબ્રાહિમ અને પલક જાહેરમાં ઘણી વખત સાથે જોવા મળ્યાં છે. તેઓ મૉલદીવ્ઝ અને ગોવામાં સાથે વેકેશન ગાળવા પણ ગયાં છે. જોકે પલકે પણ એક ઇન્ટરવ્યુમાં ઇબ્રાહિમ સાથેની તેની રિલેશનશિપ વિશે કહ્યું હતું કે હું અને ઇબ્રાહિમ માત્ર જાહેર અને સામાજિક કાર્યક્રમોમાં જ મળીએ છીએ છે અને સંપર્કમાં નથી રહેતાં. પલકે સ્પષ્ટતા કરી હતી કે ઇબ્રાહિમ તેનો માત્ર મિત્ર છે.