હું કદી પણ સેક્સ-કૉમેડીમાં કામ નહીં કરું : તાપસી પન્નુ

03 November, 2019 11:46 AM IST  |  મુંબઈ

હું કદી પણ સેક્સ-કૉમેડીમાં કામ નહીં કરું : તાપસી પન્નુ

તાપસી પન્નુ

તાપસી પન્નુનું કહેવું છે કે તે કદી પણ સેક્સ-કૉમેડીમાં કામ નહીં કરે. તેણે ‘પિંક’, ‘નામ શબાના’, ‘મુલ્ક’ અને ‘સાંડ કી આંખ’ જેવી ફિલ્મોમાં કામ કરીને પોતાની અભિનય ક્ષમતા દેખાડી હતી. આઇટમ સૉન્ગ્સ કરવાને લઈને પોતાનાં મંતવ્યો વ્યક્ત કરતાં તાપસીએ કહ્યું હતું કે ‘હું માત્ર એ ફિલ્મોમાં જ ગ્લેમરસ સૉન્ગ કરીશ જેમાં હું હીરોઇન તરીકે કામ કરતી હોઉં. હું માત્ર કરવા ખાતર જ ગીતમાં કામ નહીં કરું. એ ગીત કરવા માટે મારી પાસે સ્ટ્રૉન્ગ કારણ હોવું પણ જરૂરી છે સાથે જ એનાથી હું ગ્લેમરસ પણ દેખાતી હોવી જોઈએ. હું મારી જાતને એવી બનાવવા માગું છું કે મારા દર્શકો મારા પર આંખ બંધ કરીને વિશ્વાસ કરે. મેં અત્યાર સુધી જે પણ સેક્સ-કૉમેડી જોઈ છે એમાં મને મજેદાર કંઈ નથી લાગ્યું. હું આવી ફિલ્મો કદી નહીં કરું, કારણ કે એમાં મહિલાઓ પર મજાક કરવામાં આવે છે. લોકોને મનોરંજન પિરસવા માટે ડબલ મિનિંગ જૉક્સ બનાવવામાં આવે છે.’

taapsee pannu entertaintment