હું એવા રોલ કરવા માગું છું જે મને ઝોનમાંથી બહાર કાઢી શકે : નવાઝુદ્દીન

03 February, 2020 03:01 PM IST  |  Mumbai

હું એવા રોલ કરવા માગું છું જે મને ઝોનમાંથી બહાર કાઢી શકે : નવાઝુદ્દીન

નવાઝુદ્દીન સિદ્દીકી

નવાઝુદ્દીન સિદ્દીકીને એવા રોલ ભજવવા છે જે તેને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢી શકે. તેણે ‘સરફરોશ’, ‘મુન્નાભાઈ MBBS’, ‘બ્લૅક ફ્રાઇડે’ અને ‘દેવ ડી’માં નાનકડી ભૂમિકા ભજવી હતી. જોકે ૨૦૧૨માં આવેલી ‘ગૅન્ગ્સ ઑફ વાસેપુર’ દ્વારા તેને બૉલીવુડમાં ખાસ ઓળખ મળી હતી. તેની ઍક્ટિંગનાં લોકો ખૂબ વખાણ કરે છે. ‘સેક્રેડ ગેમ્સ’માં તેણે ભજવેલું ગણેશ ગાયતોન્ડેનું પાત્ર લોકોને હજી પણ યાદ છે. ડિજિટલ પ્લૅટફૉર્મ વિશે જણાવતાં નવાઝુદ્દીને કહ્યું હતું કે ‘મને આ પ્લૅટફૉર્મ વિશે યોગ્ય માહિતી નથી. ફિલ્મ્સની માહિતી હોય છે. અનુરાગ કશ્યપે જ મને આ પ્લૅટફૉર્મ સાથે અવગત કરાવ્યો હતો. તેમણે જ મને ‘સેક્રેડ ગેમ્સ’ ઑફર કરી હતી. એવામાં જો અનુરાગ કહે તો મારે તો એમાં કામ કરવું જ પડે. અનુરાગ સતત મને નવાં-નવાં માધ્યમ સાથે ઓળખ કરાવી રહ્યો છે.’

બૉક્સ-ઑફિસના આંકડાઓને વધુ મહત્ત્વ ન આપતાં નવાઝુદ્દીને કહ્યું હતું કે ‘એક કલાકાર તરીકે તમારે બૉક્સ-ઑફિસના કલેક્શન પર ધ્યાન ન આપવું જોઈએ. એનાથી કલાકારોના કામ પર માઠી અસર પડે છે. હું હજી પણ એવા રોલ શોધી રહ્યો છું જે મને મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર લાવી શકે અને મારી અંદરના ઇમોશન્સને પણ બહાર કાઢવામાં મદદ કરી શકે. એક કલાકાર તરીકે હું હંમેશાં એવા રોલ શોધું છું જે મને પડકાર આપી શકે. સાથે જ હું મારી પોતાની જાતનો વિકાસ પણ કરવા માગું છું.’

nawazuddin siddiqui bollywood news entertaintment