મારે ક્યારેય પણ ઍક્ટ્રેસ નહોતું બનવું : ક્રિતી ખરબંદા

16 August, 2019 10:32 AM IST  |  મુંબઈ

મારે ક્યારેય પણ ઍક્ટ્રેસ નહોતું બનવું : ક્રિતી ખરબંદા

મારે ક્યારેય પણ ઍક્ટ્રેસ નહોતું બનવું : ક્રિતી ખરબંદા

 ક્રિતી ખરબંદાએ કદી પણ અભિનેત્રી બનવાનું વિચાર્યું નહોતું. તે હાલમાં ‘હાઉસફુલ 4’, ‘પાગલપંતી’, ‘ચેહરે’ અને તમિલ ફિલ્મ ‘વાન’માં બિઝી છે. લગ્ન કરીને ઠરીઠામ થવું હતું એવુ જણાવતાં ક્રિતીએ કહ્યું હતું કે ‘હું કદી પણ ઍક્ટ્રેસ બનવા નહોતી માગતી. હું તો લગ્ન કરીને, બાળકોની મા બનવા માગતી હતી. બૉલીવુડમાં અને સાઉથમાં કામ કરવાની વાત આવે તો હું ભાષાનાં આધાર પર ફિલ્મો નથી પસંદ કરતી. મેં જ્યારે ત્યાં કામ કરવાની શરૂઆત કરી તો મેં કદી પણ એમ નહોતું વિચાર્યું કે આ બૉલીવુડમાં જવાનું માધ્યમ છે. આજે પણ હું જ્યારે તમિલ ફિલ્મોમાં કે પછી મલ્ટિ સ્ટારર બૉલીવુડ ફિલ્મમાં ઍક્ટિંગ કરું છું તો કોઈ પણ પ્રકારનાં ભેદભાવ વગર કામ કરું છું.’

kriti kharbanda