અરબાઝની ફૅમિલીમાં હું નંબર વન નથી : મલાઇકા

17 December, 2022 06:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મલાઇકા અરોરાનું માનવું છે કે અરબાઝ ખાનની ફૅમિલીમાં તે નંબર વન પર નથી.

મલાઈકા અરોરા

મલાઇકા અરોરાનું માનવું છે કે અરબાઝ ખાનની ફૅમિલીમાં તે નંબર વન પર નથી. મલાઇકા હંમેશાંથી બિન્દાસ બોલવામાં માને છે. મલાઇકા અને અરબાઝે ૧૯૯૮માં લગ્ન કરી લીધાં હતાં. ૨૦૧૭માં તેમણે ડિવૉર્સ લઈ લીધા હતા. તેમને અરહાન નામનો દીકરો છે. તેના પ્રત્યેની જવાબદારી બન્ને સારી રીતે નિભાવે છે.

આ પણ વાંચો: Arbaaz Khanનું ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની સાથે બ્રેકઅપ? મલાઈકાએ કહ્યું આવું

આ વર્ષે બીજી એપ્રિલે તેનો ઍક્સિડન્ટ થયો હતો. તેને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. તાજેતરમાં જ તેના એપિસોડ ‘મૂવિંગ ઇન વિથ મલાઇકા’માં કરણ જોહરે તેને પૂછ્યું હતું કે ‘તારો જ્યારે ઍક્સિડન્ટ થયો ત્યારે આખો પરિવાર તારી સાથે ઊભો હતો. કેટલીક વસ્તુ કાયમ રહે છે.’એનો જવાબ આપતાં મલાઇકાએ કહ્યું કે ‘હું એ પરિવારમાં પહેલા સ્થાને નથી આવતી પરંતુ તેઓ સાથે હતા, કારણ કે અરહાન મારી સાથે છે.’

bollywood news malaika arora arbaaz khan entertainment news