મને પણ ગમી દંગલ : શી જિનપિંગ

10 June, 2017 05:18 AM IST  | 

મને પણ ગમી દંગલ : શી જિનપિંગ

ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ગઈ કાલે જણાવ્યું હતું કે ‘મેં ‘દંગલ’ જોઈ. મને એ ફિલ્મ તથા એના કલાકારો બહુ ગમ્યા છે.’

‘દંગલ’ પાંચમી મેએ ચીનમાં રજૂ થઈ હતી અને એણે ચીની ફિલ્મઉદ્યોગના અનેક રેકૉર્ડ તોડી નાખ્યા છે તથા ૧૧૦૦ કરોડથી વધુ રૂપિયા એકત્ર કર્યા છે.

‘દંગલ’ ચીનમાં ૧૪.૭૦ કરોડ ડૉલર એટલે કે ૯૪૫ કરોડથી વધુ રૂપિયા બૉક્સ-ઑફિસ પર મેળવનારી ૩૩મી ફિલ્મ બની છે. અત્યારે ચીનનાં ૭૦૦૦થી વધુ થિયેટરોમાં ‘દંગલ’ પ્રદર્શિત થઈ રહી છે. ચીનમાં બૉક્સ-ઑફિસ પર સૌથી વધુ સફળ થયેલી હૉલીવુડની ફિલ્મો સિવાયની ટોચની પહેલી સફળ ફિલ્મ પણ ‘દંગલ’ બની છે.

શી જિનપિંગ ભારતીય ફિલ્મો પ્રત્યે ઊંચો અભિપ્રાય ધરાવે છે. ખાસ કરીને ‘દંગલ’ બૉક્સ-ઑફિસ પર સારો દેખાવ કરી રહી છે તથા એ ફિલ્મ તેમણે જોઈ છે એવું તેમણે જણાવ્યું હતું.