મેં અનેક ગીતો લખ્યાં છે, પરંતુ કદી એનું શ્રેય નથી લીધું : ગોવિંદા

20 November, 2021 10:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પચીસ વર્ષના ઇતિહાસમાં ‘સા રે ગા મા પા’એ અનેક સિંગર્સ ઇન્ડસ્ટ્રીને આપ્યા છે. એમાં શ્રેયા ઘોષાલ, કુણાલ ગાંજાવાલા, કમાલ ખાન, અમાનત અલી, રાજા હસન, સંજીવની અને બેલા શેંડે જેવા ગાયકો આપ્યા છે.

ગોવિંદા

ગોવિંદાએ જણાવ્યું છે કે તેણે અનેક ગીતોના લિરિક્સ લખ્યા છે પરંતુ કદી પણ એનું શ્રેય નથી લીધું. આ વાતનો ખુલાસો ગોવિંદાએ ‘સા રે ગા મા પા’માં કર્યો હતો. પચીસ વર્ષના ઇતિહાસમાં ‘સા રે ગા મા પા’એ અનેક સિંગર્સ ઇન્ડસ્ટ્રીને આપ્યા છે. એમાં શ્રેયા ઘોષાલ, કુણાલ ગાંજાવાલા, કમાલ ખાન, અમાનત અલી, રાજા હસન, સંજીવની અને બેલા શેંડે જેવા ગાયકો આપ્યા છે. ગોવિંદા સ્પેશ્યલ એપિસોડમાં કન્ટેસ્ટન્ટ્સે તેનાં ગીતો પર પર્ફોર્મ કર્યું હતું. એ દરમ્યાન શરદ શર્મા અને લાજ દ્વારા ‘કૂલી નંબર 1’નું ‘મૈં તો રસ્તે સે જા રહા થા’ ગીત ગાવામાં આવ્યુ હતું. આ ગીત સાથે જોડાયેલી યાદો જણાવતાં ગોવિંદાએ કહ્યું હતું કે ‘અનેક લોકોને હજી સુધી એ વાતની જાણ નથી કે ‘મૈં તો રસ્તે સે જા રહા થા’ની કેટલીક લાઇન્સ મેં લખી હતી. ‘મૈં તો રસ્તે સે જા રહા થા, ભેલપૂરી ખા રહા થા’ એ લાઇન મેં લખી હતી. મેં કેટલાંય ગીતોના લિરિક્સ લખ્યા છે, પરંતુ મેં કદી પણ એની ક્રેડિટ નથી લીધી. જોકે હું એનું શ્રેય નહોતો લેવા માગતો કેમ કે બધા જ શબ્દો મારા લખાયેલા નથી હોતા. એ તો રાઇટર્સ લખતા હતા. હું એમાં દખલઅંદાજી નહોતો કરતો, કારણ કે એ તો કોઈ અન્યના પૈસા છે જેણે ઇન્વેસ્ટ કર્યા છે. કોઈ બીજાને આપેલા કામમાં મદદ કરીને હું કદી પણ પૈસા નહોતો માગતો. હું તો માત્ર પ્રોફેશનલી મારી ફિલ્મોમાં મદદ કરતો હતો.’

bollywood news bollywood gossips bollywood entertainment news govinda