પૉલિટિક્સમાં સામેલ થવાનો મારો કોઈ ઇરાદો નથી : સોનુ સૂદ

13 June, 2020 09:51 PM IST  |  Mumbai Desk | Mumbai Correspondence

પૉલિટિક્સમાં સામેલ થવાનો મારો કોઈ ઇરાદો નથી : સોનુ સૂદ

સોનુ સૂદ

સોનુ સૂદને રાજકારણમાં જોડાવાની કોઈ ઇચ્છા નથી. સોનુ સૂદ જે રીતે શ્રમિકોને તેમના વતન પહોંચાડી રહ્યો છે એની ચારેય બાજુએ પ્રશંસા થઈ રહી છે. તે લોકોને ઘરે પહોંચાડવા માટે વિવિધ રાજ્યો માટે બસની વ્યવસ્થા કરી રહ્યો છે. એવામાં હવે એવી અફવા ઊડી હતી કે તે પૉલિટિક્સમાં જોડાવાનો છે. આ તમામ અટકળો પર વિરામ લગાવતાં સોનુ સૂદે કહ્યું હતું કે ‘મને પૉલિટિક્સમાં જરા પણ ઇન્ટરેસ્ટ નથી. કોઈ પણ રાજકીય પાર્ટીમાં સામેલ થવાનો મારો કોઈ ઇરાદો નથી. હું જ્યાં કામ કરી રહ્યો છું ત્યાં જ ઠીક છું.’

sonu sood bollywood news bollywood gossips bollywood