દિલ હે છોટા સા, છોટી સી આશા! સૌનાં વ્હાલા આશા ભોંસલેએ કરી વેબસાઇટ લૉન્ચ

02 August, 2020 04:14 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-Day Online Correspondent

દિલ હે છોટા સા, છોટી સી આશા! સૌનાં વ્હાલા આશા ભોંસલેએ કરી વેબસાઇટ લૉન્ચ

આશા ભોંસલે

આશા ભોંસલે જેમણે 1000થી વઘારે હિન્દી ફિલ્મો, અનેક આલ્બમ્સ અને ગિનસ વર્લ્ડ રેકૉર્ડમાં પોતાનું નામ નોંધાવનાર ગાયિકાએ સંગીત જગતમાં ઇતિહાસ બનાવ્યો છે. પદ્મવિભુષણ આશા ભોસલેએ અનેક હિન્દી ફિલ્મોમાં ભજન, પૉપ, ગઝલ, ટ્રેડિશનલ ભારતીય ક્લાસિકલ સંગીત, ફૉક સંગીત, કવ્વાલી, અને રવિન્દ્ર સંગીત આ બધું જ 20 ભારતીય અને ફોરેન ભાષાઓમાં અનેક ગીતો ગાયા છે.

આશા ભોંસલેએ આશા કી આશા નામનો શૉ શરૂ કર્યો છે જેમાં તેઓ વાસ્તવિક પ્રકિભાને શોધવાનો અને તેમને પ્રદર્શન માટે એક તક આપવાનું વચન આપે છે. આશા ભોંસલે આ શૉ વિશે જણાવે છે કે તેમને ગાયકોની સંગીતની પ્રતિભામાં રસ છે. આ કોઇ એવો શૉ નથી જે તેમના જીવનના પાસાંઓને દર્શાવે...

આશા ભોંસલે આ વખતે ખૂબ જ ક્લિયર છે કે તે માત્ર મ્યુઝિકલ ટેલેન્ટ જ શોધે છે. જેમાં અનન્ય અવાજ હોય, યોગ્ય પિચ અને લયબદ્ધતા ખૂબ જ જરૂરી છે. આશા ભોંસલેના આ શૉમાં ભાગ લેવા માટે લૂક્સ, પ્રતિભા, વય, લિંગ, નૃત્ય, રાષ્ટ્રીયતા આમાંનું કંઇપણ મહત્વનું નથી. મહત્વનું છે તો તે છે માત્ર ટેલેન્ટ. સાથે પસંદગી કરાયેલા લોકોને આશા ભોંસલે તરફતી 1 લાખ રૂપિયા આશીર્વાદ લેખે આપવામાં આવશે.

નોંધનીય છે કે હજી તો આશા ભોંસલેએ આ ચેનલની 1 તારીખે જાહેરાત કરી અને તેમને અનેક લોકોના વીડિયોઝ આવ્યા છે એ દર્શાવતું ટ્વીટ પણ આશા ભોંસલેએ કર્યું છે. ગાયિકાએ ટ્વીટમાં લખ્યું છે કે મને સમગ્ર વિશ્વમાંથી ઘણાં બધા વીડિયોઝ મળ્યા છે. અને મને લાગે છે કે મારે આ બધાં સાંભળવામાં આખી આખી રાત નીકળી જશે.

asha bhosle bollywood bollywood news bollywood gossips