હું પંદર વર્ષનો હતો ત્યારથી મારી પત્ની સાથે છું : અવિનેશ રેખી

12 January, 2022 09:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મારું માનવું છે કે હું પહેલેથી વન-વુમન મૅન રહ્યો છું. હું પંદર વર્ષનો હતો ત્યારથી હું મારી પત્ની સાથે છું. તે મારી પહેલી અને આખરી ગર્લફ્રેન્ડ છે. તે પહેલી એવી મહિલા છે જેની સાથે મારી રિલેશનશિપ હતી.’

હું પંદર વર્ષનો હતો ત્યારથી મારી પત્ની સાથે છું : અવિનેશ રેખી

અવિનેશ રેખીનું કહેવું છે કે તે જ્યારે પંદર વર્ષનો હતો ત્યારથી તેની પત્ની સાથે છે. તેની લાઇફમાં એકમાત્ર ગર્લફ્રેન્ડ હતી જે તેની પત્ની બની છે. અવિનેશ રેખી ‘તેરે બિન જિયા જાએ ના’માં દેવરાજ સિંહ રાઠોડનું પાત્ર ભજવી રહ્યો છે. તે સ્કૂલમાં હતો ત્યારથી રઈસાને ડેટ કરતો હતો અને તેમને બે બાળકો પણ છે. આ વિશે વાત કરતાં અવિનેશ રેખીએ કહ્યું હતું કે ‘હું ઍન્ગ્રી યંગ મૅનનું પાત્ર ભજવું છું, પરંતુ હું એક ફૅમિલી મૅન છું. મને મારી ફૅમિલીને જાહેરમાં દેખાડવાનું પસંદ નથી. હું જ્યારે તેમની સાથે હોઉં છું ત્યારે હું કોઈ પણ પ્રકારની પબ્લિસિટીથી દૂર રહું છું. હું ભાગ્યે જ મારી પર્સનલ લાઇફ વિશે વાત કરું છું અને એનાથી હું મારી પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ વચ્ચે બૅલૅન્સ કરી શકું છું. મારા મુંબઈમાં અથવા તો ટીવી ઇન્ડસ્ટ્રીમાં વધુ ફ્રેન્ડ્સ નથી. મોટા ભાગના લોકો મારી પત્નીના જ ફ્રેન્ડ છે. મને જ્યારે સમય મળે છે ત્યારે હું મારી ફૅમિલીને લઈને ગેટ-ટુગેધર કરું છું. મારી પાસે જેટલો પણ સમય હોય એ હું મારી ફૅમિલી સાથે પસાર કરવાનું વિચારું છું. મને એક દીકરો અને એક દીકરી છે. હું હંમેશાં મારા દીકરાનો ફ્રેન્ડ અને મારી દીકરીનો પહેલો ક્રશ રહ્યો છું. મારું માનવું છે કે હું પહેલેથી વન-વુમન મૅન રહ્યો છું. હું પંદર વર્ષનો હતો ત્યારથી હું મારી પત્ની સાથે છું. તે મારી પહેલી અને આખરી ગર્લફ્રેન્ડ છે. તે પહેલી એવી મહિલા છે જેની સાથે મારી રિલેશનશિપ હતી.’

bollywood news bollywood bollywood gossips entertainment news