હું હંમેશાંથી આમિર ખાન પાસેથી શીખતો આવ્યો છું : આયુષ્માન ખુરાના

08 November, 2019 11:01 AM IST  |  Mumbai

હું હંમેશાંથી આમિર ખાન પાસેથી શીખતો આવ્યો છું : આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાનાનું કહેવું છે કે તે હંમેશાંથી આમિર ખાન પાસેથી કામ શીખી રહ્યો છે. આયુષ્માનની ફિલ્મો લોકોને પોતાની તરફ ખૂબ આકર્ષિત કરી રહી છે. તેની ફિલ્મો બૉક્સ-ઑફિસ પર ધમાલ મચાવે છે. ભૂમિ પેડણેકર સાથે તેની ‘બાલા’ આજે રિલીઝ થઈ રહી છે. આયુષ્માને તાજેતરમાં જ સોશ્યલ મીડિયા ચૅટ કરી હતી. એ દરમ્યાન સોશ્યલ મીડિયા યુઝરે તેને કહ્યું હતું કે તેની ફિલ્મોની પસદંગી આમિર ખાનની પસંદ સાથે મેળ ખાય છે. બન્નેની ફિલ્મો સામાજિક સંદેશ આપે છે. એનો જવાબ આપતાં આયુષ્માને કહ્યું હતું કે ‘હું આમિર ખાન સરના કામનો મોટો ફૅન છું. સાથે હું હંમેશાંથી તેમની પાસેથી કામ શીખતો આવ્યો છું. તેઓ ભારતીય સિનેમાના મહાન આદર્શ સમાન છે. મારા માટે તેઓ એક પ્રેરણા છે. હું તેમને ‘દંગલ’ના સેટ પર મળ્યો હતો. તેમની સાદાઈ અને તેમના વિચારોથી હું ખૂબ પ્રભાવિત થયો હતો.’

ayushmann khurrana aamir khan