30 May, 2023 04:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગુલશન દેવૈયા અને સાઈ પલ્લવી
ગુલશન દેવૈયાને સાઉથની ઍક્ટ્રેસ સાઈ પલ્લવી પર ક્રશ છે, પરંતુ પોતાની વાત કહેવાની તેનામાં હિમ્મત નથી. ગુલશન પાસે તો તેનો નંબર પણ છે. ગુલશને ગ્રીસની કેલિરોઈ ઝિયાફેટા સાથે ૨૦૧૨માં લગ્ન કર્યાં હતાં. જોકે તેમના લગ્નજીવન પર ૨૦૨૦માં પૂર્ણવિરામ લાગી ગયું. બન્ને જુદાં થઈ ગયાં હતાં. ગુલશનનું કહેવું છે કે તેઓ આજે સારા ફ્રેન્ડ્સ છે. સાઈ વિશે પોતાની લાગણી વ્યક્ત કરતાં ગુલશને કહ્યું કે ‘મને સાઈ પલ્લવી પર ખૂબ ક્રશ છે. મારી પાસે તો તેનો નંબર પણ છે. જોકે તેને કહેવાની મારી પાસે હિમ્મત નથી. તે અદ્ભુત ઍક્ટર અને ડાન્સર છે. માત્ર ક્રશ છે, બીજું કાંઈ નથી. હું થોડો મંત્રમુગ્ધ થયો છું. તે ખૂબ સારી ઍક્ટ્રેસ છે. આશા છે કે ક્યારેક લાઇફમાં મને તેની સાથે ફિલ્મમાં કામ કરવાની તક મળશે તો હું અતિશય ખુશ થઈશ. આગળની તો કંઈ મને ખબર નથી.’