મારો ઉછેર ટ્રેડિશનલ અને મૉડર્ન ઇન્ડિયા પ્રમાણે થયો છે : પ્રિયંકા

27 November, 2020 08:39 PM IST  |  Mumbai | Agencies

મારો ઉછેર ટ્રેડિશનલ અને મૉડર્ન ઇન્ડિયા પ્રમાણે થયો છે : પ્રિયંકા

મારો ઉછેર ટ્રેડિશનલ અને મૉડર્ન ઇન્ડિયા પ્રમાણે થયો છે : પ્રિયંકા

પ્રિયંકા ચોપડા જોનસનું કહેવું છે કે તેનો ઉછેર ટ્રેડિશનલ અને મૉડર્ન ભારત મુજબ થયો છે. પ્રિયંકા ગ્લોબલ આઇકૉન છે. તેના પ્રોજેક્ટ્સની વાત કરીએ તો તે વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સની ‘વાઇટ ટાઇગર’માં રાજકુમાર રાવ સાથે જોવા મળશે. સુપરહીરો ફિલ્મ ‘વી કૅન બી હીરોઝ’માં પણ તે દેખાશે. પોતાના પાલનપોષણ વિશે પ્રિયંકાએ કહ્યું હતું કે ‘હું પારંપરિક ભારત અને તેના પ્રાચીન જ્ઞાન, આધુનિક ભારત અને તેની શહેરની હલચલમાંથી નિર્માણ થઈ છું. મારો ઉછેર હંમેશાંથી બે ભારતના મિશ્રણથી થયો છે. ઠીક ઈસ્ટ અને વેસ્ટની જેમ.’

priyanka chopra bollywood bollywood news bollywood gossips