સિરિયલ કિસરના ટૅગથી અપસેટ નહીં ઇરિટેટ થાઉં છું : ઇમરાન હાશ્મી

21 November, 2019 09:55 AM IST  |  Mumbai

સિરિયલ કિસરના ટૅગથી અપસેટ નહીં ઇરિટેટ થાઉં છું : ઇમરાન હાશ્મી

ઈમરાન હાશ્મી

ઇમરાન હાશ્મી તેના ‘સિરિયલ કિસર’ના ટૅગથી દુખી નહીં, પરંતુ ઇરિટેટ થાય છે. ૨૦૦૪માં આવેલી ‘મર્ડર’ બાદ સ્ટારડમની સાથે ઇમરાન હાશ્મીને સિરિયલ કિસરનો ટૅગ પણ મળ્યો હતો. આ ટૅગથી દૂર રહેવા તેણે ઘણી અલગ-અલગ પ્રકારની ફિલ્મો કરી છે, પરંતુ તે હજી પણ એ ટૅગથી પીછો નથી છોડી શક્યો. આ વિશે ઇમરાન હાશ્મીએ કહ્યું હતું કે ‘હું નોર્મલી એનાથી અપસેટ નથી થતો, પરંતુ ઇરિટેટ થઈ જાઉં છું. અમે બધા આ ફિલ્મ પર ખૂબ જ મહેનત કરીએ છીએ અને એમાં સ્ટોરી, પ્લોટ, પર્ફોર્મન્સ, મ્યુઝિક અને દરેક વસ્તુ છે, પરંતુ એમ છતાં લોકો ફક્ત કિસિંગ સીન વિશે જ વાત કરે છે. આ ફક્ત એક જ વસ્તુને લોકો વધુ ચગાવે છે. અગંત રીતે મને એનાથી કોઈ વાંધો નથી, પરંતુ તમે શાંતિથી વિચારો તો ફિલ્મમાં ઇન્ટરેસ્ટ લેવા કરતાં એક નાનકડી કિસમાં વધુ રસ લે છે.’

emraan hashmi