બાપુજી તો બિલકુલ બનવું નથી

29 October, 2014 05:58 AM IST  | 

બાપુજી તો બિલકુલ બનવું નથી


રશ્મિન શાહ

સ્વાભાવિક રીતે ૫૦ વર્ષની ઉંમરે પપ્પાના રોલની ઑફર આવવા માંડે પણ શાહરુખ ખાનને બાપુજી બિલકુલ બનવું નથી. તે હજી પણ પોતાની જાતને રોમૅન્ટિક ઍક્ટર તરીકે જ એસ્ટૅબ્લિશ રાખવા માગે છે. શાહરુખ હમણાં સબ્જેક્ટ માટે ડિરેક્ટર રોહિત શેટ્ટીની રાઇટર-ટીમ સાથે બેઠો હતો ત્યારે તેણે ત્રણ એવા સબ્જેક્ટ રિજેક્ટ કરી નાખ્યા જેમાં તેણે એક દીકરીના ફાધરનું કૅરૅક્ટર કરવાનું હતું. આ સબ્જેક્ટ રિજેક્ટ કર્યા પછી કિંગ ખાન પહેલાં સહેજ અપસેટ થઈ ગયો હતો અને પછી હસતાં-હસતાં તેણે રોહિતના રાઇટરને કહ્યું પણ ખરું કે આપ મુઝે ક્યું ખામખા બાપ બનાના ચાહતે હૈં...

અગાઉ પણ શાહરુખે યશરાજ ફિલ્મ્સની એક એવી સ્ટોરી રિજેક્ટ કરી નાખી હતી જેમાં તેને બે દીકરીનો પપ્પા દેખાડવામાં આવવાનો હતો. શાહરુખ હજી પણ પોતાની જાતને રોમૅન્ટિક હીરો તરીકે જુએ છે અને આવતાં પાંચ વર્ષ સુધી તે આવી જ ફિલ્મો કરવા માગે છે એવી તાકીદ પણ તેણે પોતાના કૅમ્પના રાઇટરને આડકતરી રીતે કરી દીધી હતી, પરંતુ એ પછી પણ તેની પાસે આવા રોલની સ્ક્રિપ્ટ જતી હોવાથી હવે તે સહેજ અકળાઈ જાય છે.